Site icon

શું ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’નો આ અભિનેતા કરશે ‘અનુપમા’માં એન્ટ્રી? અનુજની બહેન સાથેની વાયરલ તસવીરો જોઈને ચાહકો એ લગાવ્યો ક્યાસ

News Continuous Bureau | Mumbai

રૂપાલી ગાંગુલીની (Rupali Ganguly)સુપરહિટ સિરિયલ 'અનુપમા' (Anupama) છેલ્લા 2 વર્ષથી TRPમાં ટોપ 5માં પોતાનું સ્થાન જાળવી રહી છે. હાલમાં શોમાં અનુપમા અને તેના મંગેતર અનુજ કાપડિયાના લગ્નની સિક્વન્સ (Maan wedding) ચાલી રહી છે. ઘણા સમયથી દર્શકો અનુજ-અનુપમાને એક થતા જોવા માંગતા હતા, તો અનુપમાના ચાહકો માટે વધુ એક સારા સમાચાર છે. સ્ટાર પ્લસ સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ (Yeh rishta kya kehlata hai)ના કાર્તિક એટલે કે મોહસીન ખાનની (Mohsin Khan entry in Anupama) કેટલીક આવી જ તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તે જલ્દી જ અનુપમામાં એન્ટ્રી કરશે.

Join Our WhatsApp Community

વાસ્તવમાં, મોહસીન ખાન અને અનુપમામાં અનુજ કાપડિયાની બહેન માલવિકાનું પાત્ર ભજવી રહેલી અનેરી વજાનીની (Aneri Mohsin photos viral) તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મોહસીન ખાને યે રિશ્તા સાથેનો સંબંધ તોડી નાખ્યો છે. આ પછી મોહસીન મ્યુઝિક વીડિયોમાં (Music video) જોવા મળ્યો હતો. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે તે એક વેબ સિરીઝનો ભાગ બનવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, અનેરી સાથેની તસવીરોને લઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ તે અનુપમામાં માલવિકા સાથે જોવા મળશે.અનુપમામાં પણ માલવિકાને લઈને કેટલાક નવા ટ્વિસ્ટ  (Anupama twist)આવવાના છે, તેથી આ અટકળો સાચી પણ સાબિત થઈ શકે છે. જો કે, સોશિયલ મીડિયા પર લોકો આ સમાચારથી ખૂબ જ ખુશ છે. કોઈ લખી રહ્યું છે કે 'મોહસીન, તું અનુપમા માં  આવીશ તો મજા આવશે'. અન્ય એક વ્યક્તિએ લખ્યું, 'જો આ સાચું હશે તો હવેથી અનુપમાનો એક પણ એપિસોડ મિસ નહીં કરું.' તમને જણાવી દઈએ કે આ તસવીર મોહસીન અને અનેરીના નવા મ્યુઝિક વીડિયોની પણ હોઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો: ઇરા ખાનના જન્મદિવસ પર હાજર રહી હતી આ અભિનેત્રી , આમિર ખાનના ત્રીજા લગ્નની ચર્ચા એ પકડ્યું જોર

મોહસીન ખાને સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં કાર્તિકની (Kartik)ભૂમિકા ભજવી હતી. આ શોમાં તે શિવાંગી જોશીની(Shivangi Joshi) સામે જોવા મળ્યો હતો, જેની સાથે મોહસીનના અફેરની પણ ચર્ચા થઈ હતી. હાલમાં, બંનેએ શો છોડી દીધો છે અને શિવાંગી ટૂંક સમયમાં ખતરોં કે ખિલાડીમાં (Khatron ke Khiladi) જોડાવા માટે કેપટાઉન જવાની છે.

 

KRK Arrested in Oshiwara Firing Case: ઓશિવારા ફાયરિંગ કેસમાં KRK ની ધરપકડ! પોલીસને આપ્યું એવું બહાનું કે અધિકારીઓ પણ માથું ખંજવાળતા રહી ગયા; જાણો શું છે મામલો.
Taarak Mehta Ka Ooltah Chashmah: શું ગોકુલધામમાં પાછો ફરશે જૂનો ચહેરો? શોમાં રી-એન્ટ્રીના સમાચારો પર કલાકારનું મોટું નિવેદન; જાણીને ફેન્સ થયા ગદગદ
Border 2 Box Office Collection : બોર્ડર 2’ એ પહેલા જ દિવસે મચાવી ધૂમ! 30 કરોડના કલેક્શન સાથે રણવીર સિંહની ‘ધુરંધર’ ને પછાડી; બનાવ્યો નવો રેકોર્ડ
Abhishek Bachchan Emotional: લગ્નેતર સંબંધો પરની ફિલ્મ જોઈ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો અભિષેક બચ્ચન, કરણ જોહરે વર્ષો પછી શેર કર્યો આ કિસ્સો
Exit mobile version