Site icon News Continuous Bureau | Mumbai

બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કરવા જઈ રહી છે મૌની રોય, જાણો ક્યારે અને ક્યાં થશે લગ્ન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

ગુરુવાર

લોકપ્રિય ટેલિવિઝન અભિનેત્રી મૌની રોયના લગ્નની તારીખ અને સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી મૌની રોય 27 જાન્યુઆરીએ દુબઈમાં રહેતા તેના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૌની રોય અને તેનો બિઝનેસમેન બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર ગોવામાં લગ્ન કરશે. જેમાં અમુક નજીકના લોકો જ સામેલ થશે. કેટલાક મહેમાનોના નામ પણ સામે આવ્યા છે. બંને ગોવાની ફાઈવ સ્ટાર હોટલમાં લગ્ન કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન બાદ નો ઉત્સવ  28 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. અગાઉ એવી અટકળો હતી કે મૌની અને સૂરજ દુબઈ અથવા ઈટાલીમાં લગ્ન કરી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમના લગ્ન સમારોહ બે દિવસ સુધી રહેશે.

આ ફિલ્મમાં સાથે જોવા મળશે વિકી-કેટરિના! ફિલ્મ મેકર્સ જોઈ રહ્યાં છે અભિનેતાના 'હા' ની રાહ; જાણો વિગત

લગ્ન પહેલાની વિધિ 26 જાન્યુઆરીએ થશે અને ત્યારબાદ 27 જાન્યુઆરીએ બીચ વેડિંગ થશે. રિપોર્ટ અનુસાર, મૌની રોયે સાઉથ ગોવામાં એક આખી ફાઇવ સ્ટાર હોટેલ બુક કરાવી છે. તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સ્થળને સફેદ રંગથી શણગારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મૌની રોયનો બોયફ્રેન્ડ સૂરજ દુબઈમાં રહેતો ઈન્વેસ્ટમેન્ટ બેન્કર છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આશકા ગોરાડિયા અને એકતા કપૂર મૌની રોયના લગ્નમાં હાજરી આપશે.

Samantha Exit Over Pregnancy Rumors સમાંથા રૂથ પ્રભુ પ્રોજેક્ટમાંથી બહાર? અફવાઓ વચ્ચે નવી અભિનેત્રીની એન્ટ્રીથી ઈન્ડસ્ટ્રીમાં મોટો ગણગણાટ!
Bigg Boss Season 20 First Eviction ‘બિગ બોસ ૨૦’ માં થયું પહેલું એલિમિનેશન જાણો કયા કન્ટેસ્ટન્ટનું કપાયું પત્તુ?
Marathi Film Gondhal Official Oscar Entry ઓસ્કાર ૨૦૨૭માં મરાઠી ફિલ્મ ‘ગોંધળ’ની સત્તાવાર એન્ટ્રી ૩૩ ફિલ્મોમાંથી થઈ પસંદગી, ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ
Lucky Ali On Leaving Bollywood ‘અહીં માત્ર વ્યાપાર છે!’ લકી અલીએ બોલિવૂડથી દૂરી બનાવવા પાછળનું અસલ કારણ આવ્યું સામે..
Exit mobile version