Site icon News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા પર ફરી એકવાર છવાયો મૌની રોયનો જાદૂ, ફોટામાં જુઓ તેનો દિલકશ અંદાજ..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

02 માર્ચ 2021

ટેલિવિઝન સેલિબ્રિટીમાંથી બોલિવૂડ અભિનેત્રી બની ચુકેલી મૌની રોય  ફરી એકવાર પોતાની બોલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં આવી છે. તેની તાજેતરની કેટલીક તસવીરો ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહી છે. 

હાલમાં મૌની ગોવા ખાતે રજાઓ ગાળી રહી છે. તેના આ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. અભિનેત્રી મૌની રોયએ  વેકેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તે બ્લેક સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. મૌની રોય ખુલ્લા હેર લુકમાં જોવા મળી રહી છે.આ તસવીરોમાં તેની ખૂબ જ બોલ્ડ શૈલી જોવા મળી રહી છે.

'નાગિન' ફેમ મૌની રોય હવે બોલીવુડ ઇંડસ્ટ્રીની એક જાણિતી અભિનેત્રી બની ચૂકી છે. તેણે બોલીવુડમાં પણ પોતાની ધાક જમાવી દીધી છે. 

આપને જણાવી દઈએ કે મૌની રોયએ ફિલ્મ 'ગોલ્ડ' દ્વારા બોલીવુડ ઇંડ્સ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં મૌની રોય અક્ષય કુમાર સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી. 

મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. આટલું જ નહીં, મૌની હંમેશાં તેના ચાહકો સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલી રહે છે અને નવીનતમ અપડેટ્સ આપતી રહે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો મૌની આગામી વખતે અયાન મુખર્જીની એક્શન ફેન્ટસી ડ્રામા 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળી છે. 

 

Praneet More Apology ₹370 બિરયાની વિવાદ પર પ્રણીત મોરેનું પહેલું નિવેદન, કહ્યું ‘હું મારી ભૂલ સુધારવા તૈયાર છું’.
Salman Khan Relief પાન મસાલાની જાહેરાતનો મામલો સલમાન ખાનને મોટી રાહત, NCDRC એ કાર્યવાહી પર રોક લગાવી
Raghav Juyal Horror Film શાહરૂખ ખાનની ‘કિંગ’ પહેલા રાઘવ જુયાલનો મોટો ધમાકો; સલમાન ખાનની આ એક્ટ્રેસ સાથે હોરર ફિલ્મમાં જમાવશે જોડી
Kangana Ranaut Praises Deepika Padukone કંગના રનૌત આ સુપરસ્ટાર અભિનેત્રીની ફેન બની! મધુબાલાહેમા માલિની સાથે સરખામણી કરી કહી મોટી વાત
Exit mobile version