Site icon

માત્ર ચાર દિવસમાં જ સરકારનો યુ-ટર્ન, હવે આ રાજ્યમાં ‘ધ કેરળ સ્ટોરી’ પર લાગશે ટેક્સ

મધ્યપ્રદેશ સરકારે ‘ધ કેરળ સ્ટોરી’ને આપેલો ટેક્સ ફ્રી સ્ટેટસ પાછો ખેંચી લીધો છે. 6 મેના રોજ ઓર્ડર જારી કરીને ટેક્સ ફ્રી કરવામાં આવ્યો હતો અને 10 મેના રોજ નવો ઓર્ડર જારી કરીને જૂનો રદ કર્યો હતો.

mp state government withdraws tax free status of the film the kerala story

માત્ર ચાર દિવસમાં જ સરકારનો યુ-ટર્ન, હવે આ રાજ્યમાં ‘ધ કેરળ સ્ટોરી’ પર લાગશે ટેક્સ

News Continuous Bureau | Mumbai

મધ્યપ્રદેશ સરકારે ધ કેરળ સ્ટોરીનો ટેક્સ ફ્રી સ્ટેટસ પાછો ખેંચી લીધો છે. 6 મેના રોજ રાજ્ય સરકારના કોમર્શિયલ ટેક્સ વિભાગે ફિલ્મને કરમુક્ત બનાવવાનો આદેશ જારી કર્યો હતો. 10મી મેના રોજ નવો ઓર્ડર જારી કરીને જૂનો ઓર્ડર રદ કરવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Community

 

મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી આદેશ પાછો ખેંચાયો 

વાણિજ્ય વેરા વિભાગના ડેપ્યુટી સેક્રેટરી આરપી શ્રીવાસ્તવે 10 મેના રોજ એક આદેશ જારી કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર 10 મે, 2023થી અમલમાં આવતા 06.05.2023ના વિભાગના આદેશ નંબર 1145/2023/05 (સેક્શન-1)ને રદ કરે છે. રાજ્ય સરકારના નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે કારણ કે કર્ણાટકમાં મતદાન ચાલી રહ્યું છે તેવા દિવસે રદ કરવાનો આદેશ આવ્યો છે. જેના કારણે વિપક્ષ આ ફિલ્મ ની ટાઈમિંગ, તેને ટેક્સ ફ્રી કરવાનો આદેશ અને હવે તેને ફરીથી કરપાત્ર બનાવવાના આદેશને રાજકીય પ્રેરિત ગણાવી રહ્યો છે.

 

શિવરાજ સિંહ ચૌહાણે કહી હતી આ વાત 

થોડા દિવસ પહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે અમે મધ્યપ્રદેશમાં ધર્મ પરિવર્તન વિરુદ્ધ કાયદો બનાવી ચુક્યા છીએ. આ મૂવી જાગરૂકતા બનાવે છે, તેથી જ દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોવી જોઈએ. માતા-પિતા, પુત્ર-પુત્રીઓએ અવશ્ય જોવું. આ કારણે મધ્યપ્રદેશ સરકાર ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ને ટેક્સ ફ્રી કરવા જઈ રહી છે. આ ફિલ્મ જણાવે છે કે કેવી રીતે દીકરીઓ ક્ષણિક લાગણીના કારણે ‘લવ જેહાદ’ની જાળમાં ફસાઈને પોતાનું જીવન બરબાદ કરે છે. આ ફિલ્મ આતંકવાદના વિવિધ સ્વરૂપોને પણ ઉજાગર કરે છે.

Love & War: શું ‘લવ એન્ડ વોર’ ભણસાલીની સૌથી મોટી હિટ સાબિત થશે? બજેટમાં ધરખમ વધારો છતાં મેકર્સ કેમ છે નિશ્ચિંત; જાણો અંદરની વિગત
Rashmika Mandanna-Vijay Deverakonda Viral Video: રણબીરની એક વાત અને રશ્મિકાના ઉડી ગયા હોશ! વિજય દેવરકોંડા સાથેના અફેરની પોલ નેશનલ ટીવી પર કેવી રીતે ખુલી? જાણો આખો કિસ્સો
Mayank Pawar Splitsvilla 7 Death: ‘સ્પ્લિટ્સવિલા 7’ ફેમ મયંક પવારનું ૩૭ વર્ષની વયે નિધન: લિવરની બીમારી કે ડિપ્રેશન? માતાએ મોતના કારણ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
‘ViRosh’ Wedding: ઉદયપુરમાં અંબાણીનો જલવો! વિજય-રશ્મિકાના લગ્નમાં ખાસ મહેમાન બન્યા મુકેશ અને ઈશા અંબાણી
Exit mobile version