Site icon News Continuous Bureau | Mumbai

Mrs Deshpande Web Series: સસ્પેન્સનો મહા ડોઝ! 6 એપિસોડની આ સિરિયલ કિલર થ્રિલર સિરીઝે OTT પર જમાવ્યો કબજો, માધુરી દીક્ષિતનો જોવા મળ્યો દમદાર અંદાજ

Mrs Deshpande Web Series: ‘મિસેસ દેશપાંડે’ માં છુપાયેલું છે 25 વર્ષ જૂનું રહસ્ય, જિયો હોટસ્ટાર પર રિલીઝ થતાની સાથે જ દર્શકોમાં મચાવી ધૂમ.

Mrs Deshpande Web Series: Madhuri Dixit's serial killer thriller creates buzz on Jio Hotstar with 6 suspenseful episodes

Mrs Deshpande Web Series: Madhuri Dixit's serial killer thriller creates buzz on Jio Hotstar with 6 suspenseful episodes

News Continuous Bureau | Mumbai

Mrs Deshpande Web Series: દરેક શુક્રવારે ઓટીટી પ્લેટફોર્મ પર નવી ફિલ્મો અને સિરીઝ રિલીઝ થતી હોય છે, પરંતુ આ વખતે એક એવી વેબ સિરીઝ આવી છે જેણે રિલીઝ થતાની સાથે જ સસ્પેન્સના શોખીનોને ચોંકાવી દીધા છે. બોલિવૂડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતની મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ ‘મિસેસ દેશપાંડે’ જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ ગઈ છે. આ એક સિરિયલ કિલર થ્રિલર છે જેમાં માત્ર 6 એપિસોડ છે, પરંતુ દરેક સેકન્ડમાં એવું સસ્પેન્સ છે જે તમને અંત સુધી પકડી રાખશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Ikkis Final Trailer: ‘ઇક્કીસ’ ટ્રેલર: ૧૯૭૧ના યુદ્ધના હીરો અરુણ ખેત્રપાલની શૌર્યગાથા, અગસ્ત્ય નંદા અને ધર્મેન્દ્રની જોડીએ જીત્યા દિલ!

શું છે ‘મિસેસ દેશપાંડે’ ની રહસ્યમય વાર્તા?

આ સિરીઝની વાર્તા એક બોલિવૂડ કલાકારની હત્યાથી શરૂ થાય છે. તેના ફ્લેટમાં કોઈ રહસ્યમય વ્યક્તિ તેનું ગળું દબાવીને હત્યા કરી દે છે. આ હત્યાની રીત 25 વર્ષ જૂના એક ખતરનાક સિરિયલ કિલર સાથે મળતી આવે છે, જે હાલમાં હૈદરાબાદની જેલમાં બંધ છે. જ્યારે પોલીસ એક પછી એક થતી હત્યાઓને રોકવામાં નિષ્ફળ જાય છે, ત્યારે તંત્ર આ જૂના કિલરની મદદ લેવાનું નક્કી કરે છે.સિરીઝમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક ‘કોપી કેટ કિલર’ પોલીસના નાકમાં દમ કરી રહ્યો છે. વાર્તામાં ઘણા એવા ટ્વિસ્ટ અને ટર્ન્સ છે જે પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કરી દે છે. માધુરી દીક્ષિતે આ સિરીઝમાં અત્યંત ગંભીર ભૂમિકા ભજવી છે. વાર્તાનું સસ્પેન્સ છેક છેલ્લા એપિસોડની છેલ્લી મિનિટોમાં ખુલે છે, જે દર્શકો માટે એક મોટો આંચકો સાબિત થાય છે.


‘મિસેસ દેશપાંડે’ ના પહેલા ભાગનો જે રીતે અંત આવ્યો છે, તે જોતા સ્પષ્ટ જણાય છે કે વાર્તા હજુ અધૂરી છે. મેકર્સ દ્વારા એવા સંકેતો આપવામાં આવ્યા છે કે આવનારા સમયમાં આ સિરીઝની બીજી સીઝન પણ જોવા મળી શકે છે. હાલમાં આ 6 એપિસોડની સિરીઝ જિયો હોટસ્ટાર પર ધૂમ મચાવી રહી છે અને વીકેન્ડમાં જોવા જેવી શ્રેષ્ઠ સિરીઝ બની ગઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rajinikanth Jailer 2 Storms US Box Office ટિકિટ બારીઓ પર ભારે ધસારો ‘જેલર 2’ ના તોફાન સામે હોલિવૂડ પણ સ્તબ્ધ! યુએસ માર્કેટમાં શો હાઉસફુલ
Janhvi Kapoor Deepfake AI Video ઘૃણાસ્પદ, શરમજનક અને અત્યંત હલકી હરકત’ જ્હાનવી કપૂરના ડીપફેક AI વીડિયો પર ભડક્યા જુનિયર NTR, લીગલ એક્શનની આપી ચેતવણી
Allu Arjun Starrer Raaka Female Rumours અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘રાકા’માં નેગેટિવ રોલમાં દેખાશે આ અભિનેત્રી? કાસ્ટિંગને લઈને મોટો ખુલાસો
Salman Khan Film Maatrubhumi સેન્સર અને સરકારી અડચણો દૂર, સલમાન ખાન અભિનીત ‘માતૃભૂમિ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે
Exit mobile version