Site icon News Continuous Bureau | Mumbai

Mrunal Thakur: મૃણાલ ઠાકુર એ ધનુષ સાથેના સંબંધોની અફવાઓ પર આપી પ્રતિક્રિયા, સાઉથ સુપરસ્ટાર વિશે કહી આવી વાત

Mrunal Thakur: મૃણાલ ઠાકુર અને ધનુષ ના અફેર ના સમાચાર ઘણા સમય થી ચર્ચામાં છે. હવે આ સમાચાર પર અભિનેત્રી એ મૌન તોડ્યું છે.

Mrunal Thakur Breaks Silence on Dating Rumors with Dhanush

Mrunal Thakur Breaks Silence on Dating Rumors with Dhanush

News Continuous Bureau | Mumbai

Mrunal Thakur: અભિનેત્રી મૃણાલ ઠાકુર (Mrunal Thakur) અને સાઉથ સુપરસ્ટાર ધનુષ (Dhanush) વચ્ચેના સંબંધોની ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. મૃણાલ ની બર્થડે પાર્ટીમાં ધનુષ હાજર રહ્યા હતા અને બંને એકબીજાનો હાથ પકડીને જોવા મળ્યા હતા. આથી તેમના લિંકઅપની અફવાઓ વધુ જોર પકડવા લાગી હતી. હવે મૃણાલે ખુદ આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે અને ધનુષને માત્ર સારો મિત્ર ગણાવ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Rupali Ganguly: રૂપાલી ગાંગુલીએ માનહાનિના કેસમાં કોર્ટમાં આપ્યું નિવેદન, પોતાની સાવકી દીકરી ને લઈને કહી આવી વાત

“અફવાઓ ફની છે” – મૃણાલ ઠાકુર

મીડિયા રિપોર્ટ અનુસાર, મૃણાલે ધનુષ સાથેના સંબંધ અંગે કહ્યું કે “અમે સારા મિત્રો છીએ. અફવાઓ જોઈને અમને હસું આવ્યું.” તેણે વધુમાં જણાવ્યું કે ધનુષ ‘સન ઓફ સરદાર 2’ (Son of Sardaar 2)ના ઇવેન્ટમાં અજય દેવગન (Ajay Devgn)ના આમંત્રણ પર આવ્યા હતા. લોકો ગેરસમજ ન રાખે તેવું પણ મૃણાલે સ્પષ્ટ કર્યું. મીડિયા દ્વારા અગાઉ સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યું હતું કે મૃણાલ અને ધનુષ વચ્ચે સંબંધ છે અને તેઓ ડેટ કરી રહ્યા છે. જોકે, મૃણાલે હવે આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે. તેણે કહ્યું કે “હું અને ધનુષ માત્ર સારા મિત્રો છીએ અને લોકોના અનુમાન ખોટા છે.”


મૃણાલ ઠાકુર હાલમાં ‘સન ઓફ સરદાર 2’ (Son of Sardaar 2)માં જોવા મળી રહી છે, જેમાં અજય દેવગન, નીરુ બાજવા અને રવિ કિશન પણ છે. ધનુષ પણ અનેક સાઉથ ફિલ્મોમાં વ્યસ્ત છે અને તેમના આગામી પ્રોજેક્ટ્સ માટે ચાહકોમાં ઉત્સાહ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version