Site icon News Continuous Bureau | Mumbai

આ એક્ટ્રેસે ઑફ શોલ્ડર ક્રોપ ટોપમાં બતાવી પોતાની સુંદરતા, સેલિબ્રિટીઓએ પણ અભિનેત્રીના લુકના કર્યા વખાણ; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

'સુપર 30', 'બાટલા હાઉસ' અને 'તુફાન' જેવી ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના પ્રશંસકો માટે તેના અંગત અને વ્યવસાયિક જીવનની તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહી છે. ફોટામાં તે બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

આ તસવીરોમાં અભિનેત્રી નિયોન કલરનું સુંદર ટોપ પહેરેલી જોવા મળી રહી છે. આ ઑફ શોલ્ડર ક્રોપ ટોપમાં તે અદ્ભુત લાગે છે. તેણીએ સફેદ રંગનો કાર્ગો પહેર્યો છે જેના પર તે મેચિંગ હાઇ હીલ્સ સાથે આકર્ષક લાગે છે. અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.

લાખો ચાહકોએ થોડા કલાકોમાં આ તસવીરોને પસંદ કરી છે. કમેન્ટ સેકશન માં, ઘણા ચાહકોએ મૃણાલની ​​પ્રશંસાના પુલ બાંધ્યા છે. ફેન્સ ઉપરાંત ઘણી સેલિબ્રિટીઓએ પણ મૃણાલના લુકના વખાણ કર્યા છે. અદિતિ ભાટિયા, નિશા રાવલ, અને પ્રિયાંશુ પૈન્યુલી સહિતના તમામ સ્ટાર્સે તેના લુકના વખાણ કર્યા છે.

તમને જણાવી દઈએ કે મૃણાલના કરિયરે ખૂબ જ ઝડપથી સ્પીડ પકડી છે. વર્ષ 2014માં ડેબ્યૂ કર્યા બાદ તેણે અત્યાર સુધી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. જ્યાં સુધી આગામી ફિલ્મોની વાત છે તો તે ટૂંક સમયમાં જ 'ધમાકા', 'જર્સી', 'પિપ્પા' જેવી ફિલ્મોમાં કામ કરતી જોવા મળશે.

અક્ષય કુમારની આ એક્ટ્રેસ લાલ મોનોકીની માં બીચ પર આરામ કરતી જોવા મળી, ઈન્ટરનેટ પર તસવીરો થઇ વાયરલ; જુઓ ફોટોગ્રાફ્સ

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version