Site icon

ગામ દુનીયાની પંચાતમાં કાયમ વિવાદીત નિવેદન આપનાર મહેશ ભટ્ટ આલીયા અને રણબીરના લગ્ન સંદર્ભે ચુપ છે. નથી આપ્યું એકેય નિવેદન. પણ શા માટે? ખુલાસો કર્યો મુકેશ ભટ્ટે

News Continuous Bureau | Mumbai

'બ્રહ્માસ્ત્ર' એક્ટર રણબીર કપૂર અને RRR એક્ટ્રેસ આલિયા ભટ્ટના લગ્ન આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. જો કે, ક્યાંયથી ચોક્કસ માહિતી સામે આવી રહી નથી. પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે લગ્ન 14 થી 17 એપ્રિલની વચ્ચે આરકે બંગલોમાં ગમે ત્યારે થઈ શકે છે. જોકે, તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પાપારાઝી તેમના બંને ઘર પર ચાંપતી નજર રાખી રહ્યા છે. કારણ કે આ લગ્ન પર કોઈ કંઈ કહેવા તૈયાર નથી. આ પહેલા પાપારાઝી રણબીર-આલિયા વેડિંગ પર રણધીર કપૂર અને નીતુ કપૂર પાસેથી આ વિશે જાણવા માંગતા હતા, પરંતુ બંનેએ અલગ-અલગ વાત કહીને ફેન્સને કન્ફ્યુઝ કરી દીધા હતા. હવે આ મામલે એક્ટ્રેસના કાકા મુકેશ ભટ્ટ એ પણ પોતાનું મૌન તોડ્યું છે અને લગ્ન સાથે જોડાયેલી કેટલીક એવી વાતો કહી છે, જેનાથી થોડો ખ્યાલ આવશે.

Join Our WhatsApp Community

મહેશ ભટ્ટના ભાઈ મુકેશ ભટ્ટે એક મીડિયા હાઉસ  સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે તેમની ભાભી સોની રઝાદને લગ્ન અંગે ચર્ચા કરવાનો ઇનકાર કર્યો છે. તેથી તે આ અંગે કંઈ કહી શકે તેમ નથી. તેણે કહ્યું કે તે લગ્નની તમામ વિગતો આપશે પરંતુ લગ્ન થયા પછી. મુકેશ ભટ્ટે કહ્યું, 'હું અત્યારે કંઈ કહી શકું તેવી સ્થિતિમાં નથી. મારી ભાભી એટલે કે સોની રઝાદને લગ્નની વાત કરવાની ના પાડી દીધી છે. જ્યારે લગ્ન થઈ જશે, ત્યારે હું સંપૂર્ણ ઈન્ટરવ્યુ આપીશ. હું બેસીને વાત કરીશ. અત્યારે હું તેના વિશે બિલકુલ વાત કરવા માંગતો નથી.

આ સમાચાર પણ વાંચો : અમિતાભ બચ્ચને અજય દેવગનને નિયમ તોડનાર કહીને કર્યો ટ્રોલ, આન ઉપર અભિનેતાએ બિગ બીને આપ્યો આવો જવાબ; જાણો વિગત

આ પહેલા રાહુલ ભટ્ટે એક મીડિયા હાઉસ ને કહ્યું હતું કે લગ્ન થઈ રહ્યા છે અને તેને તેના માટે આમંત્રણ પણ મળ્યું છે. જો કે તે લગ્નમાં કોઈ પરફોર્મન્સ નથી આપી રહ્યો પરંતુ દરેક ફંક્શનમાં ચોક્કસ હાજરી આપશે. આ સિવાય મુકેશ ભટ્ટના સાવકા ભાઈ રોબિન ભટ્ટે પણ મીડિયા સાથે લગ્નની પુષ્ટિ કરી હતી. કહેવામાં આવ્યું હતું કે 13 એપ્રિલે આલિયાની મહેંદી સેરેમની થશે અને 14મીએ બંને લગ્ન કરશે. અને જ્યારે વેન્યુ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે રણબીરનું બાંદ્રા સ્થિત ઘર જણાવ્યું હતું.

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version