Site icon News Continuous Bureau | Mumbai

Shaktimaan: રણવીર સિંહ ના શક્તિમાન બનવા પર મુકેશ ખન્ના એ વ્યક્ત કરી નારાજગી, અભિનેતા ને લઈને કહી આવી વાત

Shaktimaan: મુકેશ ખન્ના ની સિરીયલ શક્તિમાન ખુબ લોકપ્રિય થઇ હતી. આ સિરિયલ માં મુકેશ ખન્ના શક્તિમાન ની ભૂમિકા માં જોવા મળ્યા હતા.થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે હવે રણવીર સિંહ શક્તિમાન ની ભૂમિકામાં જોવા મળશે જેના પર મુકેશ ખન્ના એ નારાજગી વ્યક્ત કરતા અભિનેતા વિશે આવી વાત કરી છે.

mukesh khanna angry over ranveer singh playing shaktimaan

mukesh khanna angry over ranveer singh playing shaktimaan

News Continuous Bureau | Mumbai 

Shaktimaan: મુકેશ ખન્ના ‘શક્તિમાન’નું પાત્ર ભજવી ને લોકપ્રિય થયા હતા.મીડિયા રિપોર્ટ મુજબ હવે શક્તિમાન પર ફિલ્મ બની રહી છે. જેમાં રણવીર સિંહ શક્તિમાન ની ભૂમિકામાં જોવા મળશે. હવે આ સંચાર પર મુકેશ ખન્ના એ રણવીર સિંહ ને શક્તિમાન માં કાસ્ટ કરવાને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે તેમજ તેમને રણવીર સિંહ ની આકરી ટીકા પણ કરી છે. તો ચાલો જાણીયે મુકેશ ખન્ના એ રણવીર સિંહ વિશે શું કહ્યું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Elvish yadav: યુટ્યૂબર એલ્વિશ યાદવ ની થઇ ધરપકડ, કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો, જાણો શું છે સમગ્ર મામલો

મુકેશ ખન્નાએ કરી રણવીર સિંહ ની આકરી ટીકા 

મુકેશ ખન્નાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો જાહેર કરી ને કહ્યું, ‘તમે ફિનલેન્ડ કે સ્પેન જેવા બીજા દેશમાં જઈને રહો. ત્યાં ન્યુડિસ્ટ કેમ્પ છે. ત્યાં જાઓ અને તમારું શરીર બતાવો. એવી ફિલ્મોમાં કામ કરો જ્યાં તમને દરેક ત્રીજા સીનમાં ન્યુડ સીન કરવાનો મોકો મળે.’ આ ઉપરાંત શક્તિમાન ફિલ્મ માં રણવીર સિંહ ને કાસ્ટ કરવા પર પોતાની નારાજગી વ્યક્ત કરતા મુકેશ ખન્ના એ કહ્યું,  ‘જો તમને લાગતું હોય કે તમારું આખું શરીર બતાવવાથી તમે અમારા કરતા વધુ સ્માર્ટ દેખાશો, તો હું તમને કહી દઉં કે એવું નહીં થાય. મેં નિર્માતાઓને કહ્યું છે કે તમારી સ્પર્ધા સ્પાઈડરમેન કે બેટમેન સાથે નથી. કારણ કે શક્તિમાન માત્ર સુપરહીરો જ નથી પણ એક સુપર ટીચર પણ છે. શક્તિમાનનું પાત્ર માત્ર એ જ એક્ટર ભજવી શકે છે જેના શબ્દો લોકો સાંભળે છે. અમારી દૃષ્ટિએ કલાકારો બહુ મોટા હોય છે, પણ તેમની ઇમેજ આડે આવે છે અત્યારે આ રોલ મારા માટે કોઈ યોગ્ય નથી. જો મારા મગજમાં કોઈ અભિનેતાનું નામ હોત તો મેં અત્યાર સુધીમાં ફિલ્મ શરૂ કરી દીધી હોત.’


તમને જણાવી દઈએ કે મુકેશ ખન્ના નો આ વીડિયો પહેલા યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો અને પછી તેમને તેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. હવે આ બંને જગ્યાએથી વીડિયો હટાવી દેવામાં આવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

SS Rajamouli’s Varanasi રાજામૌલીની ‘વારાણસી’માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ
Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Exit mobile version