Site icon News Continuous Bureau | Mumbai

Mukul Dev Passes away :બોલીવુડના આ જાણીતા અભિનેતાનું નિધન, સલમાન ખાન સહિતના કલાકારો સાથે કરી ચૂક્યો છે કામ..

Mukul Dev Passes away : 'સન ઓફ સરદાર', 'આર... રાજકુમાર', 'જય હો' જેવી ફિલ્મોમાં કામ કરવા માટે પ્રખ્યાત અભિનેતા મુકુલ દેવનું 54 વર્ષની વયે નિધન થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ઘણા દિવસોથી બીમાર હતા અને ICUમાં હતા. તે બોલિવૂડ અભિનેતા રાહુલ દેવનો ભાઈ હતો. તેમણે ટીવી સિરિયલો, વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયોમાં પણ ઘણું કામ કર્યું છે. તેમના મૃત્યુથી ઉદ્યોગ જગત શોકમાં છે

Mukul Dev Passes away Bollywood Actor Mukul Dev Dies at 54 Known for 'Son of Sardaar', 'Jai Ho'

Mukul Dev Passes away Bollywood Actor Mukul Dev Dies at 54 Known for 'Son of Sardaar', 'Jai Ho'

 News Continuous Bureau | Mumbai  

Mukul Dev Passes away : હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા  મુકુલ દેવે 53 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે.. મુકુલ દેવ તાજેતરની ફિલ્મો જેમ કે ‘સન ઓફ સરદાર’, ‘આર…રાજકુમાર’, ‘જય હો’ માં કામ કરવા માટે જાણીતા છે. મળતી માહિતી મુજબ, મુકુલ દેવનું શુક્રવારે રાત્રે નિધન થયું. શનિવારે જ્યારે તેમના મિત્રોને તેમના નિધનના  સમાચાર મળ્યા, ત્યારે તેઓ તેના ઘરે પહોંચ્યા. તેમના મૃત્યુના કારણની પુષ્ટિ થઈ શકી નથી. તેમના પરિવાર અને મિત્રો તરફથી સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.

Join Our WhatsApp Channel

Mukul Dev Passes away : 

મીડિયા રિપોર્ટ મુજબ તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને ICU માં હતા. 53 વર્ષીય અભિનેતાના પરિવારમાં તેમના ભાઈ રાહુલ દેવ છે. મુકુલ સાથે ‘સન ઓફ સરદાર’માં કામ કરનાર વિંદુ દારા સિંહે આ સમાચારની પુષ્ટિ કરી. દુઃખ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે મુકુલ પોતાને મોટા પડદા પર જોઈ શકશે નહીં.

 

તેમની નજીકની મિત્ર અને અભિનેત્રી દીપશિખા નાગપાલે સોશિયલ મીડિયા પર એક જૂની તસવીર શેર કરતા, તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, “RIP”. મુકુલ દેવ છેલ્લે હિન્દી ફિલ્મ ‘એન્ટ ધ એન્ડ’માં દિવ્યા દત્તા સાથે જોવા મળ્યા હતા. તે અભિનેતા રાહુલ દેવના નાના  ભાઈ છે.

Mukul Dev Passes away : 1996માં ટીવી શોથી શરૂઆત કરી હતી

મુકુલ દેવનો જન્મ 17 સપ્ટેમ્બર 1970 ના રોજ નવી દિલ્હીમાં એક પંજાબી પરિવારમાં થયો હતો. તેમણે 1996 માં ટીવી સીરિયલ ‘મુમકીન’થી અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. બાદમાં, ટીવી ઉપરાંત, તેમણે હિન્દી તેમજ પંજાબી, બંગાળી, મલયાલમ, કન્નડ અને તેલુગુમાં 60 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું.

આ સમાચાર પણ વાંચો : Indian Navy : ભારતીય નૌકાદળ પરંપરાગત રીતે બનેલા ‘પ્રાચીન સ્ટીચ્ડ જહાજો’ ને સામેલ કરશે

Mukul Dev Passes away : તે છેલ્લે 2022 માં સ્ક્રીન પર જોવા મળ્યો હતો.

તેઓ છેલ્લે 2022 માં ફિલ્મ ‘એન્ટ ધ એન્ડ’ માં મોટા પડદા પર જોવા મળ્યા હતા. ટીવી પર, તેઓ 2018 ની સીરિયલ ’21 સરફરોશ’ માં ગુલ બાદશાહની ભૂમિકામાં જોવા મળ્યા હતા. જ્યારે 2020 માં, તે OTT પર વેબ સિરીઝ ‘સ્ટેટ ઓફ સીઝ: 26/11’ માં જોવા મળ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Varun Dhawan Kriti Sanon Project OTT Release ‘ભેડિયા ૨’ પહેલાં ફરી સાથે આવ્યા વરુણ ધવન અને કૃતિ સેનન આ તારીખે જિયો હોટસ્ટાર પર થશે રિલીઝ
Priyanka Chopra Nick Jonas Karwa Chauth હોલીવૂડમાં દેશી ગર્લનો ભારતીય અંદાજ પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલસમાં કરી કરવાચોથની વિધિવત્ પૂજા; તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
PVR INOX Q2 Profit Surge પીવીઆર આઇનોક્સના Q2 પરિણામોમાં ધમાકો નેટ પ્રોફિટ ૧૪૯ ટકા વધીને ₹૨૬૩ કરોડ નોંધાયો; આવકમાં પણ જોરદાર વૃદ્ધિ
Ambani Grandkids Steal Limelight At Jio Event દુનિયાના ધનિક પરિવારના બાળકો પણ આટલાં તોફાની હોય? મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વી અંબાણીની આખા હોલમાં દોડાદોડ; જુઓ મજેદાર વિડીયો
Exit mobile version