Site icon

હવે 16 તારીખે 75 રૂપિયામાં નહીં જોવા મળે થિયેટરમાં ફિલ્મ- આ કારણે બદલાઈ ગઈ તારીખ- જાણો નવી તારીખ

 News Continuous Bureau | Mumbai

થોડા દિવસ અગાઉ એક જાહેરાત કરવામાં આવી હતી કે 16 સપ્ટેમ્બરનાં રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસ(National Cinema Day) ઉજવવામાં આવશે.આ અવસર પર ભારત(India)માં રહેતા દરેક વ્યક્તિને માત્ર 75 રૂપિયામાં ફિલ્મ જોવાનો મોકો મળશે. પરંતુ હવે આ પ્લાન એક અઠવાડિયા માટે પાછો ઠેલાયો છે.   

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ, મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા(Multiplex Association of India)એ રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી માટે તારીખ બદલવાની જાહેરાત કરી છે. હવે રાષ્ટ્રીય સિનેમા દિવસ(National Cinema Day) 16 સપ્ટેમ્બરના બદલે  23 સપ્ટેમ્બરનાં ઉજવવામાં આવશે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ(Ranbir Kapoor and Alia Bhatt)ની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'(Brahmastra) થિયેટરો(Theators)માં ખૂબ સારી કમાણી કરી રહી છે. ફિલ્મની સફળતા બાદ તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 

 આ સમાચાર પણ વાંચો : શહેનાઝ ગિલ છે કરોડોની માલકીન- એક ઇન્સ્ટા પોસ્ટ માટે કરે છે અધધ એટલો ચાર્જ-જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી(Covid Pandemic) પછી થિયેટરો સંપૂર્ણ રીતે ખુલવાની ખુશીમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. PVR, INOX, Cinepolis, Carnival, Mira, Citipride, Asian, Mukta A2, Movie Time, Wave, M2K અને Delight સહિત 4000 થી વધુ થિયેટરો દિવસની ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે.

Kareena-Saif at Jeh’s Annual Function: કરીના કપૂરે પુત્ર જેહના પરફોર્મન્સ પર આપી ફ્લાઈંગ કિસ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો પટૌડી પરિવારનો ક્યુટ વીડિયો
Border 2 Banned in Gulf: ગલ્ફ દેશોમાં ‘બોર્ડર 2’ પર પ્રતિબંધથી ખળભળાટ! સાઉદી અને UAE એ કેમ દેખાડી લાલ આંખ? જાણો કરોડોના નુકસાન પાછળનું અસલી કારણ
Dhurandhar OTT Release: થિયેટરોમાં રેકોર્ડ તોડ્યા બાદ હવે OTT પર આવશે ‘ધુરંધર’ની આંધી: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે ફિલ્મ
Yeh Rishta Kya Kehlata Hai Twist: લીપ પહેલા મુખ્ય પાત્રના મોતથી વાર્તામાં આવશે નવો વળાંક; જાણો કઈ 2 અભિનેત્રીઓની થવાની છે ધમાકેદાર એન્ટ્રી
Exit mobile version