ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑક્ટોબર, 2021
સોમવાર
બૉલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને આજે રાહત મળી નથી.
મળતી માહતી અનુસાર, મુંબઈ સેશન્સ કોર્ટે તેની સુનાવણી 13 ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે
જામીન ન મળવાને કારણે આર્યને હવે મુંબઈની આર્થર રોડ જેલમાં વધુ બે રાત વિતાવવી પડશે.
NCBએ આર્યન ડ્રગ્સ કેસને (Drugs Case) લઈને કોર્ટ પાસે સમય માંગ્યો હતો. જેને કારણે મુંબઈ સેશન્સ કોર્ટે આર્યન ખાનની જામીન અરજી પર બુધવારે સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 8 ઓક્ટોબરના રોજ મુંબઈની નીચલી કોર્ટે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી દીધી હતી.