Site icon News Continuous Bureau | Mumbai

બિગ બીના ઘરની બહાર લાગ્યાં અનેક પોસ્ટર્સ, મોટું દિલ રાખવાની કરાઈ માગ; જાણો શું છે સમગ્ર મામલો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 15 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અવારનવાર કોઈ ને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. આ વખતે અમિતાભ બચ્ચનના બંગલા પ્રતીક્ષાની બહાર પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. આ પોસ્ટર પર ત્યાંથી પસાર થતી દરેક વ્યક્તિની નજર પડે છે. આ પોસ્ટર્સ રાજ ઠાકરેની પાર્ટી એટલે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ લગાવ્યાં છે.

ગઈ રાત્રે આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં છે. પોસ્ટરમાં અમિતાભને મોટું મન રાખવાની અપીલ કરવામાં આવી છે. હકીકતમાં આ પોસ્ટરના માધ્યમથી અપીલ કરવામાં આવી છે કે અહીંયાં જ્ઞાનેશ્વર રસ્તો પહોળો કરવામાં આવી રહ્યો છે અને એ માટે બિગ બીને મોટું દિલ રાખવાની તથા તંત્રની મદદ કરવાનું કહેવામાં આવ્યું છે.

બે દિવસના વિરામ બાદ ફરી એકવાર પેટ્રોલ- ડીઝલના ભાવમાં ઝીંકાયો વધારો, ઇંધણની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ; જાણો આજે કેટલા પૈસાનો થયો વધારો

મહાનગરપાલિકા (BMC)એ રસ્તો પહોળો કરવા માટે અમિતાભ બચ્ચનને 2017માં નોટિસ ફટકારી હતી. એ સમયે અમિતાભ બચ્ચનના બંગલાની નજીકમાં આવેલા પ્લૉટની દીવાલ તોડી પાડવામાં આવી હતી, પરંતુ બિગ બીના બંગલાને કંઈ જ કરવામાં આવ્યું નહોતું. મહત્વપૂર્ણ છે કે અભિનેતા અમિતાભના બંગલા પ્રતીક્ષા આગળ રોડ એકદમ સાંકડો બની જાય છે. આ જ કારણે ત્યાં ટ્રાફિક જામ હોય છે. આ જ રોડ પર બે સ્કૂલ, એક હૉસ્પિટલ તથા ઇસ્કોન મંદિર હોવાની સાથે મુંબઈના અનેક સ્મારક પણ આસપાસમાં આવેલાં હોવાથી આ રોડ પર હેવી ટ્રાફિક રહે છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે BMCએ બિગ-બીને નોટિસ ફટકારી હતી ત્યારે તેઓ કોર્ટમાં ગયા અને આ જ કારણે કામ અટકી પડ્યું હતું. હવે કોર્ટે કામ કરવાની પરવાનગી આપી દીધી છે એટલે હવે BMC આ દીવાલ તોડવા માટે તૈયાર છે.

મુંબઈમાં બે દિવસ બાદ 500થી વધુ કોરોના કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં આટલા દર્દીઓના નિપજ્યા મોત  ; જાણો આજના નવા આંકડા

Qazi Touqeer Eviction Rumours શું કાઝી તૌકીર બિગ બોસ 20 માંથી બહાર થઈ ગયા? ભારે તાવ અને બીમારી વચ્ચે પરિવારે કર્યો મોટો ખુલાસો!
Tu Hai Meri Kiran Trailer Release લગ્ન પછી સોનાક્ષીઝહીરની પહેલી ફિલ્મ, સાયકોલોજિકલ થ્રિલર ‘તૂ હૈ મેરી કિરણ’નું ટ્રેલર આઉટ
Salman Khan Maatrubhumi માત્ર ટાઈટલ નહીં, સલમાન ખાનનું પાત્ર અને ‘માતૃભૂમિ’નો ક્લાઈમેક્સ પણ બદલાયો હવે યુદ્ધ નહીં પણ શાંતિનો સંદેશ આપશે ફિલ્મ!
Mahakavya Film Flop અંજલિ અરોરાની ફિલ્મ ‘મહાકાવ્ય’ ફ્લોપ થતાં વિવાદ પ્રોડ્યુસરે રણબીર કપૂરની ‘રામાયણ’ની ટીમ પર લગાવ્યા નેગેટિવ માર્કેટિંગના ગંભીર આરોપ
Exit mobile version