Site icon News Continuous Bureau | Mumbai

Kapil Sharma: કપિલ શર્માના કેનેડા સ્થિત કેફે પર ફાયરિંગ બાદ મુંબઈ પોલીસે કોમેડિયન સાથે કર્યું આવું કામ

Kapil Sharma: લોરેન્સ બિશ્નોઇ ગેંગની ધમકી અને ફાયરિંગની ઘટનાઓ બાદ કપિલ શર્માની સુરક્ષા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

Mumbai Police Enhances Kapil Sharma's Security After Threats and Firing at Canadian Café

Mumbai Police Enhances Kapil Sharma's Security After Threats and Firing at Canadian Café

News Continuous Bureau | Mumbai

Kapil Sharma: પ્રસિદ્ધ કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) માટે છેલ્લા કેટલાક દિવસો મુશ્કેલભર્યા રહ્યા છે. તેના કેનેડા સ્થિત ‘કૅપ્સ કેફે’ (Caps Café) પર બે વાર ફાયરિંગની ઘટના બની છે. પ્રથમ વાર ખાલિસ્તાની આતંકી હરજીત લાડી (Harjit Laddi) અને બીજી વાર લોરેન્સ બિશ્નોઇ (Lawrence Bishnoi) ગેંગ દ્વારા હુમલો થયો હતો. ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લો (Goldy Dhillon) દ્વારા સોશિયલ મીડિયા પર ધમકી પણ આપવામાં આવી હતી. આ તમામ ઘટનાઓને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ (Mumbai Police) દ્વારા કપિલ શર્માની સુરક્ષા વધારવામાં આવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aishwarya Rai Jodha Akbar Jwellery: જોધા અકબર’ ફિલ્મમાં ઐશ્વર્યા રાય એ પહેર્યા હતા અધધ આટલા કિલો વજનના અસલી ઘરેણાં, 50 ગાર્ડ રાખતા હતા તેની ધ્યાન

કેફે પર ફાયરિંગની બીજી ઘટના બાદ ચિંતા વધી

7 ઓગસ્ટના રોજ સવારે 4:40 વાગ્યે કપિલ શર્માના કેનેડા સ્થિત કેફે પર ફરીથી ફાયરિંગ થયું હતું. સરે પોલીસ (Surrey Police) દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી કે અનેક રાઉન્ડ ગોળીઓ ફાયર કરવામાં આવી હતી, જેના કારણે કેફેની બારીના કાચ તૂટી ગયા અને બહારના ભાગને નુકસાન થયું. સદનસીબે કોઈ સ્ટાફને ગંભીર ઇજા થઈ નથી.ગેંગસ્ટર ગોલ્ડી ઢિલ્લો (Goldy Dhillon) દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કપિલ શર્માને ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ હેરી બોક્સર (Harry Boxer) નામના ગેંગસ્ટરે ઓડિયો નોટ જાહેર કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ચેતવણી આપી હતી કે જો કોઈ પણ કલાકાર સલમાન ખાન (Salman Khan) સાથે કામ કરશે, તો તેને નિશાન બનાવવામાં આવશે.


કપિલ શર્મા અને સલમાન ખાન (Salman Khan) વચ્ચેની મિત્રતા હવે કપિલ માટે મુશ્કેલી બની રહી છે. ગેંગસ્ટરો દ્વારા સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ સલમાન સાથે કામ કરશે, તેને તેઓ છોડશે નહીં. આ કારણે કપિલની સુરક્ષા વધારવી ફરજિયાત બની ગઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramayana Movie Trailer રણબીર કપૂર અને યશની ‘રામાયણ’નું ટ્રેલર 24 જુલાઈએ થશે રિલીઝ દર્શકોમાં ભારે ઉત્સુકતા
Aamir Khan Gauri Spratt Australia Trip આમિર ખાન અને ગૌરી સ્પ્રાટ પહોંચ્યા ઓસ્ટ્રેલિયા શું આ હનીમૂન છે કે કોઈ પ્રોફેશનલ કમિટમેન્ટ?
Sairaab Actor Arrested ‘સૈરાબ’ ફેમ અભિનેતા રોહિત ચંદેલની પોક્સો (POCSO) કેસમાં ધરપકડ 16 વર્ષની કિશોરી સાથે છેડતીનો આરોપ
Tom Holland India Visit હોલિવૂડ સ્ટાર ટોમ હોલેન્ડ ભારતની મુલાકાતે ‘ધ ઓડિસી’ માટે આવ્યા બાદ ભારતીય ચાહકોના પ્રેમ પર થયા ફિદા
Exit mobile version