Site icon

‘સ્ટાઇલ’ ફેમ અભિનેતા સાહિલ ખાન ની મુશ્કેલી વધી, આ મામલે દાખલ થઇ FIR, લાગ્યા ગંભીર આરોપ, જાણો સમગ્ર મામલો

સાહિલ ખાન અત્યાર સુધી ઘણી હિન્દી ફિલ્મોમાં જોવા મળ્યો છે. તેની મુખ્ય ફિલ્મો સ્ટાઇલ, એક્સક્યુઝ મી, અલાદ્દીન અને રામાઃ ધ સેવિયર છે.

mumbai police have registered an fir against bollywood actor sahil khan for threatening woman

‘સ્ટાઇલ’ ફેમ અભિનેતા સાહિલ ખાન ની મુશ્કેલી વધી, આ મામલે દાખલ થઇ FIR, લાગ્યા ગંભીર આરોપ, જાણો સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

અભિનેતા સાહિલ ખાન મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. એક મહિલા પર અશ્લીલ ટિપ્પણી કરવા અને સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ શેર કરવા બદલ તેની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. અભિનેતા પર મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ છે. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

Join Our WhatsApp Community

 

અભિનેતા પર લાગ્યો આ આરોપ 

મળતી માહિતી મુજબ, અભિનેતા વિરુદ્ધ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. આ અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ફરિયાદી, ઓશિવારા ઉપનગરના રહેવાસીના જણાવ્યા અનુસાર, તેની ફેબ્રુઆરી 2023માં એક જીમમાં એક મહિલા સાથે પૈસાને લઈને ઝઘડો થયો હતો. આરોપી મહિલા અને સાહિલ ખાને ફરિયાદી સાથે દુર્વ્યવહાર કર્યો અને ધમકી આપી.

 

પોલીસ અધિકારીએ કર્યો ખુલાસો 

મંગળવારે નોંધાયેલી એફઆઈઆરને ટાંકીને અધિકારીએ કહ્યું કે આરોપી દંપતી એ ફરિયાદી અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ પણ અપલોડ કરી હતી, જેના પગલે ઓશિવરામાં મહિલાની ફરિયાદ પર ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની વિવિધ કલમો લાગુ કરવામાં આવી હતી. કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.અધિકારીએ એ પણ જણાવ્યું કે આરોપી મહિલાનું ફરિયાદીના પતિ સાથે અફેર હતું અને તેણે પોલીસ સ્ટેશનમાં તેની સામે કેસ પણ કર્યો હતો. જણાવી દઈએ કે સાહિલ ખાન અત્યાર સુધી ઘણી હિન્દી ફિલ્મોમાં જોવા મળ્યો છે. હાલમાં, અભિનેતા લાંબા સમયથી અભિનયની દુનિયાથી દૂર છે અને પોતાનો વ્યવસાય સંભાળી રહ્યો છે.

Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Exit mobile version