Site icon News Continuous Bureau | Mumbai

અભિનેત્રી કંગના રનૌત અને તેની બહેનને મુંબઈ પોલીસનું સમન્સ, જાણો ક્યારે પૂછપરછ માટે થવું પડશે હાજર..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

22 ઓક્ટોબર 2020

સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ સતત વિવાદોમાં રહેલી બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મુંબઈ પોલીસે કંગના અને તેની બહેન રંગોલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર બંનેને 26 અને 27 ઓક્ટોબરના રોજ સમન્સ પાઠવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ બાંદ્રા પોલીસ સ્ટેશને અભિનેત્રી કંગના રનૌત સામે આઇપીસી ની કલમ 153 A , 295 A, 124 A હેઠળ એફઆઇર નોંધી હતી 

મહત્વનું છે કે અરજદારની ફરિયાદ બાદ બાન્દ્રા કોર્ટે તાજેતરમાં કંગના અને તેની બહેન સામે કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. કોર્ટમાં કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે કંગના ટીવી ચેનલો પર ઈન્ટરવ્યું અને તેના ટ્વિટ્સ દ્વારા હિન્દુ અને મુસ્લિમ કલાકારો વચ્ચે ભેદ રેખા દોરી રહી છે.તેનાથી તેમની ભાવનાઓને ઠેસ પહોંચે છે અને આ માટે અભિનેત્રી વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ.  અભિનેત્રી પર સાથે તે પણ આરોપ છે કે, તે સતત બોલિવૂડને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી માંડીને ટીવી સુધી, બધે જ તે બોલિવૂડ ની વિરુદ્ધમાં બોલી રહી છે. તે બોલિવૂડ ને સતત નેપોટિઝમ અને ફેવરિટિઝમનું કેન્દ્ર કહે છે. 

Bigg Boss Contestants Passed Away સિદ્ધાર્થ શુક્લાથી લઈને સોનાલી ફોગાટ સુધી ‘બિગ બોસ’ના આ ચર્ચિત સ્પર્ધકો જેમણે નાની ઉંમરે દુનિયાને કહી દીધું અલવિદા…
Navya Naveli Nanda Golden Dress ગોલ્ડન ડ્રેસમાં છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા પહેર્યો માતા શ્વેતા બચ્ચનનો ૧૧ વર્ષ જૂનો ડ્રેસ, લૂક જોઈ ફેન્સ થયા ફિદા
Bigg Boss Day 1 High Voltage Drama પહેલા જ દિવસે બિગ બોસ ઘરમાં તડાફડી અરિશ્ફા ખાનના તેવર જોઈ માહી વિજ લાલઘૂમ, કેમેરા સામે ચાલ્યો હાઈવોલ્ટેજ ડ્રામા
Ashneer Grover Rise And Fall 2 ‘રાઇઝ એન્ડ ફોલ’ની બીજી સીઝનમાંથી અશ્નીર ગ્રોવર આઉટ? મેકર્સ શોધી રહ્યા છે નવો ચહેરો, જાણો શું છે કારણ
Exit mobile version