Site icon

મમ્મી આલિયા ભટ્ટ દીકરી રાહા ને સુવડાવવા કરે છે આ કામ, સોશિયલ મીડિયા પર કર્યો ખુલાસો!

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે એક નવી સફર શરૂ કરી છે. ફેન્સ ઘણીવાર કપલની દીકરી રાહા વિશે જાણવા માટે ઉત્સુક હોય છે.આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર રાહા વિશે કેટલાક ખુલાસા કર્યા છે.

mummy alia bhatt sings this song to put daughter raha to sleep revealed on social media

મમ્મી આલિયા ભટ્ટ દીકરી રાહા ને સુવડાવવા કરે છે આ કામ, સોશિયલ મીડિયા પર કર્યો ખુલાસો!

News Continuous Bureau | Mumbai

અભિનેત્રી આલિયા ભટ્ટ આ દિવસોમાં માતૃત્વનો આનંદ માણી રહી છે. આલિયાએ 6 નવેમ્બર 2022ના રોજ તેની પુત્રી રાહા કપૂરને જન્મ આપ્યો, જે હવે ત્રણ મહિનાની છે. જો કે, અત્યાર સુધી આલિયા અને રણબીરે ચાહકોને તેની દીકરી રહા નો ચહેરો બતાવ્યો નથી. પરંતુ તે ચોક્કસપણે તેની પુત્રી વિશે ઘણી વાતો શેર કરે છે.

Join Our WhatsApp Community

 

આલિયા એ શેર કરી પોસ્ટ 

તાજેતરમાં, મમ્મી આલિયાએ ખુલાસો કર્યો કે તે તેની દીકરી ને સુવડાવવા માટે શું કરે છે. થોડા સમય પહેલા અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. તેમાં આલિયાએ જણાવ્યું કે તે રણબીર અને તેની  દીકરી ને સુવડાવવા માટે કેટલાક ખાસ ગીતો સાંભળે છે અને રાહાને પણ સંભળાવે છે.આ ફોટામાં તમે એક મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મનો સ્ક્રીનશોટ જોઈ શકો છો જેમાં અભિનેત્રીએ પ્લેલિસ્ટ ખોલ્યું છે – ‘નવજાત શિશુઓ માટે ટોચના 20 ગીતો’. આ પ્લેલિસ્ટનું એક ગીત ‘હશ લિટલ બેબી’ વગાડવામાં આવી રહ્યું હતું, જે આલિયા પોતે પણ સાંભળી રહી હતી અને તેની પુત્રીને સુવડાવી રહી હતી. આલિયાએ આ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે- ‘મૂડ’! આલિયા આવા બેબી ગીતો સંભળાવીને રાહાને સુવડાવી રહી છે.

આલિયા ભટ્ટ નું વર્ક ફ્રન્ટ 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બ્રહ્માસ્ત્ર પછી આલિયા ની હોલિવૂડ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ ઉપરાંત કરણ જોહર ની રોકી ઔર રાની કી પ્રેમ કહાની પણ રિલીઝ થવા જઈ રહી છે. એટલું જ નહીં તે પોતાની ફિટનેસનું પણ ધ્યાન રાખતી જોવા મળે છે.

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version