Site icon

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની આ પ્રખ્યાત અભિનેત્રી રહી ચુકી છે ઘણી ફિલ્મો નો હિસ્સો-જાણો તે ફિલ્મો વિશે

News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’(TMKOC) ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવો શો છે જે દરેક ઘરમાં ઘણો લોકપ્રિય છે, પરંતુ તે સાથે શોના ઘણા એક્ટર્સ પણ પોપ્યુલર છે. તેમાથી એક નામ છે ‘મુનમુન દત્તા’(Munmun Dutta)નું, જે આ શોમાં બબીતાની ભૂમિકા નિભાવે છે. શોમાં આમ તો બબીતા જી અય્યરની પત્નીના રોલમાં જાેવા મળતી, પરંતુ અય્યર કરતા વધારે તે જેઠાલાલની (Jethalal)સાથે પોતાની કેમેસ્ટ્રીના કારણે વધારે ઓળખાતી. ઉલ્લેખનીય છે કે જેઠાલાલ હંમેશાંથી જ તેની સાથે ફ્લર્ટ કરતો જાેવા મળતો અને બંનેનો આ અંદાજ ફેન્સને ઘણો પસંદ આવે છે. તેમજ તારક મહેતાના શો સિવાય મુનમુન દત્તા પોતાના ગ્લેમરસ અંદાજ માટે ઘણી લોકપ્રિય છે.

Join Our WhatsApp Community

બબીતાજીની(Babitaji) ભૂમિકામાં તમે મુનમુન દત્તાને શોમાં જાેઈ છે, પરંતુ શું તમે જાણો છો કે ‘તારક મહેતા કા’ શો સિવાય તે ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. ટીવી ઈન્ડસ્ટ્રીની બબીતાજી ફિલ્મોમાં (film)પણ જાેવા મળી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોની બબીતાજી ફેમ મુનમુન દત્તા ઘણી ફિલ્મોમાં દેખાય ચૂકી છે, જેમાં વર્ષ ૨૦૦૫માં આવેલી કમલ હાસનની ફિલ્મ ‘મુંબઈ એક્સપ્રેસ’ છે. તે સિવાય મુનમુન દત્તા પૂજા ભટ્ટના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘હોલિડે ’માં પણ કામ કરી ચૂકી છે. આ ફિલ્મ વર્ષ ૨૦૦૬માં આવી હતી. વર્ષ ૨૦૧૮માં તેણે ફિલ્મ ‘ધ લિટિલ ગોડસે’માં કામ કર્યું હતું. આ બધા સિવાય મુનમુને બે બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેનું નામ- ‘મુન ગાંઘી નુહેન’ અને ‘અમર આકાશ મેઘ બ્રિસ્ટી’ છે. 

આ સમાચાર પણ વાંચો : જેઠાલાલ થી લઇ ને બાપુજી સુધી 14 વર્ષ માં આટલી બદલાઈ ગઈ છે શોની કાસ્ટ -તમે જોઈને હેરાન થઈ જશો-જુઓ ફોટોગ્રાફ્સ

મુનમુન દત્તાએ પોતાની કરિયરની શરૂઆત વર્ષ ૨૦૦૪માં ‘હમ સબ બારાતી’(Hum sab barati) શોથી કરી હતી. તેમાં જેઠાલાલ ફેમ દિલીપ જાેશી પણ હતો. જાે કે, મુનમુન વર્ષ ૨૦૦૮થી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ભાગ બની હતી.

Kyunki saas bhi kabhi bahu thi 2 spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં વૃંદા ફોડશે પરી નો ભાંડો, બીજી તરફ તુલસી સામે આવશે મિહિર-નોયના નું સત્ય, જાણો સિરિયલ ના આગામી એપિસોડ વિશે
Samantha Ruth Net worth: નાગા ચૈતન્ય તરફ થી 200 કરોડ ની એલિમની નકાર્યા બાદ પણ લક્ઝરી લાઈફ જીવે છે સામંથા રુથ પ્રભુ, જાણો તેની કુલ કમાણી વિશે
Aishwarya and Salman: ઐશ્વર્યા રાયના ઘરના વેઇટિંગ એરિયામાં આવું કામ કરતો હતો સલમાન ખાન, પ્રહલાદ કક્કડ નો ખુલાસો
Naagin 7: ‘નાગિન 7’માં પ્રિયંકા ચહાર ચૌધરી સાથે રોમાન્સ કરશે આ અભિનેતા, એકતા કપૂર ને મળી ગયો તેનો નાગરાજ
Exit mobile version