Site icon News Continuous Bureau | Mumbai

Mushtaq khan: સુનિલ પાલ બાદ હવે થયું અભિનેતા મુસ્તાક ખાન નું અપહરણ,યુપીમાં નોંધાઈ ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો

Mushtaq khan: થોડા દિવસો પહેલા કોમેડિયન સુનિલ પાલ ના અપહરણ નો મામલો સમયે આવ્યો હતો હવે બોલિવૂડ અભિનેતા મુશ્તાક ખાન ના અપહરણ નો મામલો સામે આવ્યો છે જેને લઈને યુપી માં ફિરયાદ નોંધવામાં આવી છે.

News Continuous Bureau | Mumbai 

Mushtaq khan: થોડા દિવસો પહેલા કોમેડિયન સુનિલ પાલ ના અપહરણ નો મામલો સમયે આવ્યો હતો હવે બોલિવૂડ અભિનેતા મુસ્તાક ખાન ના અપહરણ નો મામલો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ અભિનેતા મુસ્તાક  ખાનનું 20 નવેમ્બર 2024 ના રોજ દિલ્હી-મેરઠ હાઈવે પરથી અપહરણ કરવામાં આવ્યું હતું. તે મેરઠમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. ત્યારે તેનું કેબમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Channel

 

પોલીસે નોંધી ફરિયાદ 

બિજનૌર પોલીસ સ્ટેશન કોતવાલી શહેર પોલીસે અભિનેતા મુસ્તાક ખાનના મેનેજરના કહેવા પર કેસ નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, અભિનેતા મુસ્તાક ખાનને મેરઠના રહેવાસી રાહુલ સૈની નામના વ્યક્તિએ વરિષ્ઠ લોકોના સન્માન માટે એક કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હતું.આ માટે અભિનેતા ને 50 હજાર રૂપિયા એડવાન્સ આપવામાં આવ્યા હતા. આ પછી, 20 નવેમ્બર, 2024 ના રોજ અભિનેતા મુસ્તાક ખાન ફ્લાઇટ દ્વારા મુંબઈથી દિલ્હી પહોંચ્યા. દિલ્હી એરપોર્ટથી મેરઠ લઈ જતી વખતે મુસ્તાક ખાનનું હાઈવે પરથી અપહરણ કરવામાં આવ્યું હતું. 


 

અપહરણ બાદ અપહરણકર્તાઓએ અભિનેતા પાસેથી ખંડણીની માંગણી કરી અને તેને બળજબરીથી બિજનૌર લઈ જઈને પૈસા વસૂલ્યા. આ દરમિયાન તેને ખૂબ જ ત્રાસ આપવામાં આવ્યો હતો. જો કે, અભિનેતાએ કોઈક રીતે પોતાને બદમાશોના ચુંગાલમાંથી છોડાવ્યો અને ત્યાંથી ભાગી ગયો. હવે આ મામલામાં અભિનેતાના મેનેજર અપહરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે હવે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Krishna Mukherjee Passes Away બોલિવૂડમાં શોકની લહેર; રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન
Exit mobile version