Site icon News Continuous Bureau | Mumbai

Palaash Muchhal Controversy:મ્યુઝિક ડિરેક્ટર પલાશ મુચ્છલ પર લટકી ધરપકડની તલવાર? 40 લાખના ફ્રોડના આરોપથી ખળભળાટ; જાણો શું છે આખો મામલો

Palaash Muchhal Controversy: ફિલ્મમાં રોકાણ અને રોલ આપવાના બહાને પૈસા પડાવ્યાનો દાવો; મ્યુઝિક કમ્પોઝરે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા.

Music composer Palash Muchhal accused of ₹40 lakh fraud in Sangli

Music composer Palash Muchhal accused of ₹40 lakh fraud in Sangli

News Continuous Bureau | Mumbai

Palaash Muchhal Controversy:  સાંગલીના રહેવાસી વિજ્ઞાન માનેએ પલાશ મુચ્છલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. વિજ્ઞાનનો દાવો છે કે સ્મૃતિ મંધાનાના પિતા દ્વારા તેમની મુલાકાત પલાશ સાથે થઈ હતી. આ મુલાકાત દરમિયાન પલાશે તેની આગામી ફિલ્મ ‘નઝરિયા’માં રોકાણ કરવાની ઓફર આપી હતી અને સારા નફાની સાથે ફિલ્મમાં રોલ આપવાનું પણ વચન આપ્યું હતું. વિજ્ઞાન માનેના જણાવ્યા મુજબ, તેમણે માર્ચ ૨૦૨૫ સુધીમાં કુલ 40 લાખનું રોકાણ કર્યું હતું, પરંતુ ફિલ્મ પૂરી થઈ નથી અને પૈસા પણ પરત મળ્યા નથી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhurandhar OTT Release: થિયેટરોમાં રેકોર્ડ તોડ્યા બાદ હવે OTT પર આવશે ‘ધુરંધર’ની આંધી: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે ફિલ્મ

ફરિયાદમાં શું છે ચોંકાવનારા દાવા?

ફરિયાદ મુજબ, જ્યારે વિજ્ઞાને પોતાના પૈસા પરત માંગ્યા ત્યારે પલાશ તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો. એટલું જ નહીં, આરોપ છે કે પલાશે વિજ્ઞાનનો ફોન નંબર પણ બ્લોક કરી દીધો હતો. વિજ્ઞાને પોલીસને જણાવ્યું કે પલાશે તેને OTT પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ થયા બાદ મોટો નફો આપવાની લાલચ આપી હતી. હવે ન તો ફિલ્મ દેખાઈ રહી છે, ન તો રોકાણ કરેલી રકમ પરત મળી રહી છે.


આ વિવાદ પર પલાશ મુચ્છલે સોશિયલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ સ્ટોરી) દ્વારા પોતાની સ્પષ્ટતા કરી છે. તેમણે તમામ આરોપોને નકારી કાઢતા કહ્યું કે, “મારા વિરુદ્ધ કરવામાં આવેલા તમામ દાવા તદ્દન ખોટા અને પાયાવિહોણા છે. આ માત્ર મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ છે.” પલાશે વધુમાં જણાવ્યું કે તેમના વકીલ શ્રેયાંશ મિતરે આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે અને સત્ય ટૂંક સમયમાં સામે આવશે.હાલ સાંગલી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Diljit Dosanjh Delhi Concert Security દિલજીત દોસાંઝના દિલ્હી કોન્સર્ટ માટે અભેદ્ય સુરક્ષા કવચ ૨,૦૦૦ ગાર્ડ્સ તૈનાત, સ્ટેડિયમ ફરતે ૭૦૦ મીટર ‘નોકાર ઝોન’!
Ranbir Kapoor Ramayana Part 2 Delay રણબીર કપૂરની ‘રામાયણ’ ના ચાહકોને લાગી શકે છે મોટો ઝટકો પાર્ટ ૨ ની રિલીઝ ડેટ ટળી; સામે આવ્યું મોટું કારણ!
Ramayana Cast In KBC 18 KBC 18 ના મંચ પર ‘રામાયણ’ ની સ્ટારકાસ્ટ અમિતાભ બચ્ચન સાથે રણબીર કપૂરસાઈ પલ્લવીની જમાવટ, શેર કર્યા દિવાળીના કિસ્સા!
Aryan Khan New Project Genre શું નવા ઝોનરમાં એન્ટ્રી કરશે શાહરૂખ ખાનના પુત્ર? આર્યન ખાને શરૂ કરી નવા લેખકોની શોધખોળ!
Exit mobile version