News Continuous Bureau | Mumbai
Maidaan: અજય દેવગણ ની ફિલ્મ મેદાન ની લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા. હવે દર્શકો ની રાહ નો અંત આવવાનો હતો. આ ફિલ્મ 11 એપ્રિલ ના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ રિલીઝ ના એક દિવસ પહેલા જ ફિલ્મ ના નિર્માતા બોની કપૂર ને મોટો ઝટકો લાગ્યો છે. આ ફિલ્મ કાનૂની મુશ્કેલી માં મુકાઈ છે. વાસ્તવ માં એક વ્યક્તિ એ આ ફિલ્મ ના મેકર્સ પર સ્ટોરી ચોરી કરવાનો આરોપ લગાવીને મૈસૂર કોર્ટમાં અરજી કરી હતી. અને આ કોર્ટ એ પણ તે વ્યક્તિ ની જ તરફેણ માં નિર્ણય આપ્યો છે.
મેદાન ના મેકર્સ પર લાગ્યો વાર્તા ચોરી કરવાનો આરોપ
મીડિયા રિપોર્ટ મુજબ એક અરજદારે તેની અરજી માં દાવો કર્યો છે કે તેણે 2018માં લિંક્ડઈન પર ફિલ્મની સ્ટોરી શેર કરી હતી લિંક્ડઇન પર સ્ટોરી પોસ્ટ કર્યા પછી, એક વ્યક્તિએ તેની સાથે વાર્તા વિશે ચર્ચા કરી હતી, ત્યારબાદ તેણે ફેબ્રુઆરી 2019માં સ્ટોરી પોતાના નામે રજીસ્ટર કરી હતી. અરજદારે કહ્યું ‘મારી ઓરિજિનલ સ્ટોરી ચોરાઈ ગઈ અને તેનું નામ મેદાન રાખ્યું.’ હવે મૈસુર કોર્ટે પણ તે વ્યક્તિ ની જ તરફેણ માં નિર્ણય આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Akshay kumar: અક્ષય કુમાર ને અંડરટેકર ને ઉઠાવવો પડ્યો હતો ભારે, થઇ હતી આવી હાલત, ખિલાડી કુમારે શેર કર્યો કિસ્સો
હવે એવી શક્યતા છે કે મેદાન ની ટીમ ટૂંક સમયમાં ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવવા માટે કોર્ટનો સંપર્ક કરી શકે છે. .