Site icon News Continuous Bureau | Mumbai

Naagin 7।સોશિયલ મીડિયા પર ટ્રોલ થયું ‘નાગિન 7’! એડિટિંગમાં રહી ગઈ મોટી ખામી, બ્લુ સ્ક્રીન દેખાતા ફેન્સે કહ્યું ‘આના કરતા તો કાર્ટૂન સારું

Naagin 7। એડિટિંગમાં કાચું કપાયું VFX વગરના ફૂટેજ ટીવી પર પ્રસારિત થતા સોશિયલ મીડિયા પર થઈ ફજેતી, સીન જોઈને ફેન્સ બોલ્યા "બજેટ પ્રમોશનમાં જતું રહ્યું કે શું?"

Naagin 7।સોશિયલ મીડિયા પર ટ્રોલ થયું 'નાગિન 7'! એડિટિંગમાં રહી ગઈ મોટી ખામી, બ્લુ સ્ક્રીન દેખાતા ફેન્સે કહ્યું 'આના કરતા તો કાર્ટૂન સારું

Naagin 7।સોશિયલ મીડિયા પર ટ્રોલ થયું 'નાગિન 7'! એડિટિંગમાં રહી ગઈ મોટી ખામી, બ્લુ સ્ક્રીન દેખાતા ફેન્સે કહ્યું 'આના કરતા તો કાર્ટૂન સારું

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Naagin 7। એકતા કપૂરનો લોકપ્રિય શો ‘નાગિન 7’ અત્યારે ટીઆરપીની રેસમાં ભલે આગળ હોય, પણ એડિટિંગની એક ભયાનક ભૂલને કારણે તે ટ્રોલર્સના નિશાને આવી ગયો છે. પ્રિયંકા ચાહર ચૌધરી અને ડ્રેગન વચ્ચેની એક લડાઈના સીનમાં એડિટર્સ VFX (સ્પેશિયલ ઈફેક્ટ્સ) ઉમેરવાનું જ ભૂલી ગયા, પરિણામે ટીવી પર લાઈવ એક્શન શૂટિંગના ફૂટેજ દેખાઈ ગયા હતા.

વાદળી પડદા અને સેફ્ટી વાયર પણ દેખાઈ ગયા

એપિસોડ 38, જેનું ટાઈટલ ‘રાધિકાનો ઘાતક વિશ્વાસઘાત’ હતું, તેમાં એક મહત્વના સીન દરમિયાન એડિટિંગની ગંભીર બેદરકારી જોવા મળી. સીનમાં જે વાદળી પડદા (Blue Screen) બેકગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યા હતા અને કલાકારોને જે સેફ્ટી વાયરથી બાંધવામાં આવ્યા હતા, તે બધું જ ટીવી પર સ્પષ્ટ દેખાતું હતું. સામાન્ય રીતે એડિટિંગમાં આ બધું હટાવીને ગ્રાફિક્સ ઉમેરવામાં આવે છે, પણ અહીં તો લાગે છે કે એડિટિંગ ટીમ ‘ફાઈનલ ટચ’ આપવાનું જ ભૂલી ગઈ!

સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો રાફડો ફાટ્યો

આ વીડિયો ક્લિપ વાયરલ થતા જ X (ટ્વિટર) અને ઈન્સ્ટાગ્રામ પર યુઝર્સે શોની ભારે મજાક ઉડાવી છે. એક યુઝરે લખ્યું, “શું આ કોઈ સ્કૂલ પ્રોજેક્ટની એડિટિંગ છે?” જ્યારે બીજાએ કમેન્ટ કરી, “બજેટ બધું પ્રમોશનમાં ખર્ચાઈ ગયું લાગે છે, પોસ્ટ-પ્રોડક્શન માટે કંઈ બચ્યું નથી.” ઘણા લોકોએ તો આને ટીવી ઈતિહાસની સૌથી મોટી એડિટિંગ બ્લન્ડર ગણાવી દીધી છે.

ફેન્સમાં જોવા મળી નિરાશા

શોના ડાઈ-હાર્ડ ફેન્સ આ ભૂલથી નિરાશ થયા છે. તેમનું કહેવું છે કે આવી ટેકનિકલ ભૂલોને કારણે વાર્તાની ગંભીરતા મરી જાય છે અને દર્શકોનો ભ્રમ તૂટી જાય છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે એપિસોડ પ્રસારિત કરતા પહેલા કોઈએ ફાઈનલ વર્ઝન ચેક કેમ ન કર્યું? હાલમાં આ ક્લિપ દરેક પ્લેટફોર્મ પર ટ્રેન્ડ કરી રહી છે અને ‘નાગિન 7’ ખોટા કારણોસર ચર્ચામાં આવી ગયું છે.

👉 આ સમાચાર વાચો:
Huma Qureshi Rachit Singh Wedding| બોયફ્રેન્ડ રચિત સિંહ સંગ લગ્નગ્રંથિથી જોડાશે હુમા કુરેશી, જાણો ક્યારે અને ક્યાં યોજાશે વેડિંગ?

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version