Site icon News Continuous Bureau | Mumbai

Naagzilla OTT Release: કાર્તિક આર્યનનો ‘નાગઝિલા’ અવતાર હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર! ઈચ્છાધારી નાગનો તાંડવ જોવા થઈ જાઓ તૈયાર; આ દિવસે થશે ડિજિટલ પ્રીમિયર

Naagzilla OTT Release: કરણ જોહર નિર્મિત ફિલ્મમાં કાર્તિક આર્યનનો નવો અવતાર, એમેઝોન પ્રાઇમ વિડિયોએ કરી મોટી જાહેરાત

Naagzilla OTT Release: Kartik Aaryan’s Supernatural Thriller to Stream on Prime Video After Theatrical Run

Naagzilla OTT Release: Kartik Aaryan’s Supernatural Thriller to Stream on Prime Video After Theatrical Run

News Continuous Bureau | Mumbai

Naagzilla OTT Release: કાર્તિક આર્યન ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘નાગઝિલા’ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં આયોજિત એમેઝોન પ્રાઇમ વિડિયોના એક ખાસ ઈવેન્ટમાં જાહેરાત કરવામાં આવી છે કે સિનેમાઘરોમાં રિલીઝ થયા બાદ આ ફિલ્મ પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થશે. કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મમાં કાર્તિક આર્યન પ્રથમ વખત ‘ઈચ્છાધારી નાગ’ ની ભૂમિકામાં જોવા મળશે, જેણે અત્યારથી જ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sara Arjun: કોણ છે ‘ધુરંધર ૨’ ની આ ટેલેન્ટેડ હીરોઈન? જેણે માત્ર ૧૮ મહિનાની ઉંમરે શરૂ કરી હતી એક્ટિંગ; હવે રણવીર સિંહ સાથે મોટા પડદે મચાવશે ધૂમ

શું છે ‘નાગઝિલા’ ફિલ્મની અનોખી વાર્તા?

આ ફિલ્મ એક એવી દુનિયાની વાર્તા છે જ્યાં રૂપ બદલતા ઈચ્છાધારી નાગ  સામાન્ય માણસોની વચ્ચે વસી રહ્યા છે. વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે એક બેફિકર ઈચ્છાધારી નાગની ‘નાગમણી’અને તેનો જીવ એક સત્તાના ભૂખ્યા વિલન  ના નિશાને આવી જાય છે. આ લડાઈ માનવીય દુનિયા અને અલૌકિક શક્તિઓ વચ્ચેના સંઘર્ષને રજૂ કરશે. મૃગદીપ સિંહ લાંબા આ સુપરનેચરલ થ્રિલરનું નિર્દેશન કરી રહ્યા છે.


પ્રાઇમ વિડિયોએ  કન્ફર્મ કર્યું છે કે ‘નાગઝિલા’ થિયેટરમાં રિલીઝ થયાના થોડા અઠવાડિયા બાદ તેમના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. આ ઈવેન્ટમાં ‘નાગઝિલા’ ઉપરાંત ‘વન’ અને ‘નઈ નવેલી’  જેવી ફિલ્મોના નામ પણ જાહેર કરાયા છે. કાર્તિક આર્યને અગાઉ શૂટિંગ સેટ પરથી પોતાના નાગ લુકની ઝલક શેર કરી હતી, જેને ફેન્સે ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મ ૧૪ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ મોટા પડદા પર દસ્તક આપશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version