Site icon

એક વિલન રિટર્ન્સ ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં દિશા પટની નો લૂક જોઈને ફેન્સ થઈ ગયા આશ્ચર્યચકિત-પૂછ્યું કે શું નાક અને હોઠની સર્જરી થઈ છે?-જુઓ અભિનેત્રી ના ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai 

‘એમ એસ ધોની’(MS Dhoni) થી પોતાની કારકિર્દી ની શરૂઆત કરનાર બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની અવારનવાર ચર્ચામાં રહે છે. ફિલ્મોની સાથે તે તેની ફિટનેસ માટે પણ જાણીતી છે. તે ટૂંક સમયમાં 'એક વિલન રિટર્ન્સ' (Ek villain returns)માં જોવા મળશે, જેનું ટ્રેલર તાજેતરમાં જ લૉન્ચ થયું હતું. આ ઈવેન્ટમાં દિશા જ્યારે બ્લેક ડ્રેસમાં(black dress) પહોંચી તો તેને જોઈને લોકોની આંખો પહોળી થઇ ગઈ. જોકે તે હંમેશા ની જેમ સુંદર તો લાગી રહી હતી, પરંતુ એક વાત ચાહકોને ખટકી ગઈ. ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે તે પહેલા કુદરતી રીતે કેટલી સુંદર દેખાતી હતી, પરંતુ હવે તે કેવી દેખાય છે!

Join Our WhatsApp Community

'એક વિલન રિટર્ન્સ' વર્ષ 2014માં રિલીઝ થયેલી 'એક વિલન'ની સિક્વલ(sequel) છે. અગાઉની મૂવીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ વિશે વાત કરીએ તો તેમાં જોન અબ્રાહમ, અર્જુન કપૂર, દિશા પટની અને તારા સુતારિયા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું ટ્રેલર (film trailer)તાજેતરમાં એક ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ ઈવેન્ટમાં દિશા પટનીએ બ્લેક કલરનો કો-ઓર્ડ સેટ(co od set) પહેર્યો હતો. આ ડ્રેસમાં તે પોતાના ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

જો કે, કેટલાક ચાહકો કહી રહ્યા છે કે તેનો ચહેરો બદલાયેલો દેખાય છે. આ વાયરલ વીડિયોમાં લોકોએ અલગ-અલગ પ્રકારની કોમેન્ટ (comments)કરી છે. કોઈએ કહ્યું કે તેણે નાકની પ્લાસ્ટિક સર્જરી(plastic surgery) કરાવી છે. તે જ સમયે, કોઈ કહી રહ્યું છે કે તેણે લિપ ની પણ સર્જરી કરાવી છે. 

'એક વિલન રિટર્ન્સ'ને મોહિત સૂરીએ ડિરેક્ટ(Mohit Suri) કરી છે. તેની પ્રથમ શ્રેણી પણ મોહિતે જ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ 29 જુલાઈ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

દિશાની વાત કરીએ તો તે ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. તેણે વર્ષ 2015માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ (Telugu film)'લોફર'થી અભિનયની શરૂઆત કરી હતી. જોકે, તેણે એમએસ ધોનીની બાયોપિક 'એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી' (2016) થી લોકપ્રિયતા મેળવી હતી. તે 'બાગી 2', 'રાધે' અને 'ભારત' જેવી ફિલ્મોમાં જોવા મળી છે. આગામી ફિલ્મોની વાત કરીએ તો તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'યોધા'માં જોવા મળશે. 

આ સમાચાર પણ વાંચો : ધ ફેમિલી મેન ફેમ અભિનેત્રી શ્રેયા ધનવંતરીનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ-મોનોકીની માં તસવીરો જોઈને ફેન્સ થઈ ગયા ક્રેઝી- જુઓ ફોટોગ્રાફ્સ

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version