Site icon News Continuous Bureau | Mumbai

બેબી શાવર પછી આવી થઇ સોનમ કપૂર ની હાલત-પતિ આનંદ આહુજાએ શેર કરી તસવીરો-જુઓ ફોટોગ્રફ્સ

 News Continuous Bureau | Mumbai 

બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર આ દિવસોમાં પોતાની પ્રેગ્નન્સી ફેસ એન્જોય કરી રહી છે. સોનમ કપૂર પણ બેબી બમ્પ ફ્લોન્ટ કરતી વખતે તેની તસવીરો શેર કરતી રહે છે, જે ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. તાજેતરમાં, અભિનેત્રીનું બેબી શાવર હતું, જેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તે જ સમયે, હવે આનંદ આહુજાએ તેની પત્ની સોનમની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં સોનમના ચહેરા પર પ્રેગ્નેન્સીની ચમક ની સાથે સાથે થાક પણ દેખાઈ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

આનંદ આહુજાએ સોનમની કેટલીક અદ્રશ્ય તસવીરો શેર કરી છે, જેમાં તે હળવા મૂડમાં સોફા પર બેઠેલી જોવા મળી રહી છે.

 

સોનમે બ્લેક ટ્રેક પેન્ટ અને સફેદ કોટનનો શર્ટ પહેર્યો છે, જેમાં તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

સોનમે ગોલ્ડન કલરના હૂપ્સ અને કેટલીક એક્સેસરીઝ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. સોનમનો આ ‘નો મેકઅપ’ લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આનંદે ફોટો સાથે કેપ્શન લખ્યું, 'એવરી મોમેન્ટ લવ.'સોનમ કપૂર લગ્ન બાદથી પતિ આનંદ આહૂજાની સાથે લંડનમાં રહે છે. તે પોતાના પેરેન્ટ્સને  મળવાં અવારનવાર મુંબઇ આવતી રહે છે. હાલમાં તે તેની પ્રેગ્નેન્સીનો સમય એન્જોય કરી રહી છે.

તમને જણાવી દઈએ કે કપલે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા દ્વારા કહ્યું હતું કે બંને જલ્દી પેરેન્ટ્સ બનવાના છે. સોનમ અને આનંદ આ વર્ષે ઓગસ્ટમાં તેમના બાળકનું સ્વાગત કરશે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સોનમ સુજોય ઘોષની ફિલ્મ બ્લાઈન્ડમાં જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : તારક મહેતા માં દયાબેન પરત ન આવવાથી દર્શકો થયા ગુસ્સે- જાણો શો ના ટ્રોલિંગ પર નિર્માતા અસિત મોદીએ શું કહ્યું

Bollywood Extortion Threat બોલિવૂડમાં દહેશત 50 થી વધુ હસ્તીઓને મળી ધમકી, લોરેન્સ ગેંગના નામે ઉઘરાણી કરનાર આરોપી ઝડપાયો
Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Ramayana Sunny Deol Hanuman Look ‘રામાયણ’ ના અંતિમ સીનમાં જોવા મળી ‘હનુમાન’ બનેલા સની દેઓલની પહેલી ઝલક સિનેમાઘરોમાં દર્શકો થયા ભાવવિભોર
Lawrence Bishnoi Gang Impersonator Arrested લૉરેન્સ બિશ્નોઈ ગેંગના નામે બોલિવૂડ કલાકારો પાસેથી ₹૫ કરોડની ખંડણી માંગનાર IIT ગ્રેજ્યુએટ એન્જિનિયર બેંગલુરુથી ઝડપાયો
Exit mobile version