Site icon

કેકે ડેથ અપડેટ-પ્રખ્યાત ગાયક કેકે નું પાર્થિવ શરીર પહોંચ્યું મુંબઈ-આજે આટલા વાગે નીકળશે તેમની અંતિમ યાત્રા

 News Continuous Bureau | Mumbai 

'તડપ તડપ કે ઇસ દિલ સે' થી લઈને 'હમ રહે યા ના રહે કલ' જેવા શ્રેષ્ઠ ગીતોને પોતાનો અવાજ આપનાર પ્રખ્યાત સિંગર કેકે એટલે કે કૃષ્ણ કુમાર કુન્નાથ મંગળવારે (KK death) સાંજે પોતાના કરોડો ચાહકોને છોડીને જતો રહ્યો છે. મંગળવારે મોડી રાત્રે કોલકાતામાં લાઇવ કોન્સર્ટ (kolkata live concert)બાદ તેમનું નિધન થયું હતું. 53 વર્ષીય કેકે મંગળવારે કોલકાતામાં નઝરૂલ મંચ (Nazrul stage)ખાતે કોલેજ ઈવેન્ટમાં પરફોર્મ કરવા ગયો હતો.ત્યારબાદ તે અસ્વસ્થતા અનુભવતા હોટલમાં ગયો અને બેહોશ થઈ ગયો. સીએમઆરઆઈ હોસ્પિટલમાં (CMRI hospital)લઈ જવામાં આવતાં જ  તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Community

પોસ્ટમોર્ટમ બાદ કેકે (KK funeral)નો મૃતદેહ કોલકાતાથી મુંબઈ(kolkata to Mumbai) પહોંચ્યો છે. કેકેના અંતિમ સંસ્કાર આજે મુંબઈના વર્સોવા(Mumbai versova) સ્થિત સ્મશાનગૃહમાં કરવામાં આવશે. સવારે 10:30 થી 12:30 સુધી પાર્ક પ્લાઝા વર્સોવા (Park plaza versova)ખાતે તેમના પાર્થિવ શરીર ના અંતિમ દર્શન કરી શકાશે. જે બાદ એક વાગ્યે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે.પ્રાપ્ત માહિતી અનુસાર કેકેની અંતિમ યાત્રામાં મ્યુઝિક ઈન્ડસ્ટ્રી (music industry)અને બોલિવૂડના ઘણા મોટા દિગ્ગજો સામેલ થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માં શોક ની લહેર-પ્રખ્યાત ગાયક કેકે નું હાર્ટ એટેકથી થયું નિધન- PM મોદી અમિત શાહ સહિત આ હસ્તીઓએ વ્યક્ત કર્યો શોક

તમને જણાવી દઈએ કે કેકેનો જન્મ 23 ઓગસ્ટ 1970ના રોજ થયો હતો. હિન્દી(Hindi) ઉપરાંત, કેકેએ મરાઠી, બંગાળી, ગુજરાતી, તેલુગુ, મલયાલમ, કન્નડ અને તમિલ ગીતો માટે પોતાનો અવાજ આપ્યો છે. કેકેને ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'ના ગીત 'તડપ તડપ'થી બોલિવૂડમાં (bollywood break)મોટો બ્રેક મળ્યો હતો.

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version