Site icon

‘હેરા ફેરી’ ની સિક્વલ માટે ‘બાબુ ભૈયા’ એ મુકી આ શરત, પરેશ રાવલની વાત સાંભળી મેકર્સને લાગશે 440 વોલ્ટનો ઝટકો

News Continuous Bureau | Mumbai

'હેરા ફેરી' અને 'ફિર હેરા ફેરી'ની સફળતા બાદ મેકર્સ તેનો ત્રીજો ભાગ બનાવવાની ચર્ચામાં છે.(Hera Pheri sequl) આ ફિલ્મના ફેન્સ નવી સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં જ અભિનેતા પરેશ રાવલે 'હેરા ફેરી'ની સિક્વલ (Paresh Raval)વિશે વાત કરી છે. પરેશ રાવલે પ્રિયદર્શનની હેરા ફેરીમાં બાબુરાવ ગણપતરાવ આપ્ટે ઉર્ફે બાબુ ભૈયાનું (Babu bhaiya) પાત્ર ભજવ્યું હતું, જે આજે પણ દર્શકોમાં લોકપ્રિય છે. આજે પણ દર્શકો માને છે કે પરેશ રાવલ કરતાં આ પાત્ર વધુ સારી રીતે કોઈ અન્ય અભિનેતા ભજવી શક્યો ન હોત. પ્રિયદર્શને (Priyadarshan) 2000માં 'હેરા ફેરી'નું નિર્દેશન કર્યું હતું, ત્યારબાદ 2006માં 'ફિર હેરા ફેરી' અને ચાહકો હવે તેના ત્રીજા ભાગ ની રાહ જોઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

એક મીડિયા હાઉસ  ને આપેલા ઇન્ટરવ્યુમાં, પરેશ રાવલે 'હેરા ફેરી' ના ત્રીજા ભાગ (Hera pheri part 3) વિશે વાત કરી. પરેશ રાવલે કહ્યું, 'સાચું કહું તો હવે મને આ પાત્રને લઈને કોઈ ઉત્તેજના નથી. જો હું ફરી એ જ ધોતી પહેરીને, ચશ્મા પહેરીને ચાલીશ, તો હું તેના માટે તગડી રકમ લઈશ. મને પૈસા સિવાય તે કરવામાં આનંદ ન આવે. દેખીતી રીતે, જો આપણે 'હેરા ફેરી'ની સિક્વલ સાથે પુનરાગમન કરીએ તો વાર્તા પણ સારી હોવી જોઈએ. જૂના ઘસાઈ ગયેલા જોક્સ કામ નહીં કરે.સ્ટોરીમાં કંઇક નવું હોવું જોઇએ, ત્યારે હું એક્સાઈટેડ (exited)થઈશ. નહીં તો તે જ ચાવેલો કોળિયો ફરીથી ચાવવા જેવું છે, તો પછી હું ઉત્સુક નથી. 

આ સમાચાર પણ વાંચો : લગ્ન બાદ મુમતાઝ ના પતિ નું હતું એક્સ્ટ્રા મેરિટલ અફેર, પીઢ અભિનેત્રીએ પતિ વિશે કર્યા અનેક ખુલાસા

'હેરા ફેરી'ની સિક્વલને લઈને 9Hera pheri sequal) નિર્માતાઓએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. ફિલ્મમાં પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીની ત્રિપુટીને જોવા માટે ચાહકો ફરી એકવાર ઉત્સુક છે. પરેશ રાવલ છેલ્લે ફિલ્મ 'શર્માજી નમકીન'માં (Sharmaji namkeen) જોવા મળ્યા હતા. અભિનેતા ટૂંક સમયમાં જ આગામી દિવસોમાં કાર્તિક આર્યનની શહજાદામાં જોવા મળશે.

Kamini Kaushal passes away: બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું 98 વર્ષની વયે નિધન.
De De Pyaar De 2 Review: તમે પણ વિકેન્ડ માં દે દે પ્યાર દે ર જોવા નું વિચારી રહ્યા છો તો ટિકિટ બુક કરાવતા પહેલા વાંચી લો ફિલ્મ નો રીવ્યુ
Dharmendra ICU Video Leak: ધર્મેન્દ્રનો ICU વીડિયો વાયરલ કરનાર હોસ્પિટલ સ્ટાફની ધરપકડ, પ્રાઇવસી ભંગ બદલ પોલીસની કાર્યવાહી
Jaya Bachchan: ફરી પાપારાઝી પર ગુસ્સે થઇ જયા બચ્ચન, ફોટો લેવા ને લઈને કહી આવી વાત
Exit mobile version