Site icon

હોસ્પિટલમાં 100 દિવસ વિતાવ્યા બાદ મધર્સ ડે પર ઘરે આવી પ્રિયંકા ચોપરા ની દીકરી, અભિનેત્રી એ તસ્વીર શેર કરી લખી ભાવુક પોસ્ટ

News Continuous Bureau | Mumbai

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ (Priyanka Chopra Nik Jonas) આ વર્ષે માતા-પિતા બન્યા છે. પ્રિયંકા સરોગસી દ્વારા માતા (Serogesy mother) બની છે. માતા બની ત્યારથી જ ચાહકો તેની પુત્રીનો ચહેરો જોવા માટે ઉત્સુક હતા. અભિનેત્રીએ આ મધર્સ ડે (mothers day)પર ચાહકો સાથે ખૂબ જ ખાસ ફોટો શેર કર્યો છે. અભિનેત્રીએ તેની પુત્રી મેરી માલતી ચોપરા જોનાસની (Merry Malti Chopra jonas) તેની બાહોમાં એક તસવીર શેર કરીને હૃદય સ્પર્શી પોસ્ટ પણ લખી છે.

Join Our WhatsApp Community

 

પ્રિયંકા ચોપરાએ મોડી રાત્રે પોતાના ઈન્સ્ટાગ્રામ (Priyanka Chopra Instagram) પર દીકરીનો ફોટો પોસ્ટ કર્યો છે. આ તસવીરમાં અભિનેત્રીએ તેની પુત્રી ને પોતાના હાથમાં પકડી છે અને તેની આંખો બંધ છે. નિક (Nick jonas) તેને ખૂબ પ્રેમથી જોઈ રહ્યો છે અને તેનો હાથ પકડી રહ્યો છે. જોકે અભિનેત્રીએ તેના ચહેરા પર હાર્ટ ઇમોજી (heart emoji)લગાવી છે. આ તસવીર ખૂબ જ ક્યૂટ છે.પ્રિયંકા ચોપરાએ ફોટો શેર કરીને એક લાંબી નોટ પણ લખી છે. અભિનેત્રીએ લખ્યું, આ મધર્સ ડે પર અમે કહેવા માંગીએ છીએ કે છેલ્લા કેટલાક મહિના અમારા માટે રોલર કોસ્ટર રાઈડ જેવા રહ્યા છે. 100 દિવસ પછી આખરે અમારી દીકરી NICU માંથી ઘરે આવી છે. દરેક પરિવારની યાત્રા અનન્ય હોય છે અને તેમાં ચોક્કસ સ્તરના વિશ્વાસની જરૂર હોય છે. જ્યારે અમારી પાસે કેટલાક પડકારજનક મહિનાઓ હતા, ત્યારે પાછળ જોતાં એવું લાગે છે કે દરેક ક્ષણ કેટલી કિંમતી અને સંપૂર્ણ છે.

આ સમાચાર પણ વાંચો: આલિયા-રણવીર બાદ 'કોફી વિથ કરણ' માં સાઉથની આ લોકપ્રિય ઓનસ્ક્રીન જોડી મળશે જોવા, કરણ જોહર ના પ્રશ્નો ના આપશે જવાબ

પ્રિયંકા ચોપરાએ તમામ ડોકટરો,(doctors) નર્સો (nurse), કેરટેકર્સનો(care takers) પણ આભાર માન્યો હતો. નિક જોનાસ માટે પણ લખ્યું, મને માતા બનાવવા બદલ આભાર. હું તને પ્રેમ કરું છુ નિકે આ તસવીર મૂકીને પ્રિયંકાને મધર્સ ડે (mothers day)ની શુભેચ્છા પણ પાઠવી છે. તેણે લખ્યું, ‘તમે મને દરેક રીતે પ્રેરણા આપો છો. તમે આ નવી ભૂમિકા એટલી સરળતા અને સાતત્ય સાથે ભજવી રહ્યા છો. આ અદ્ભુત પ્રવાસ માટે આભાર. તમે એક અદ્ભુત માતા છો’.પ્રિયંકા ચોપરાની આ પોસ્ટ ફેન્સથી લઈને સેલેબ્સ ના (fans and celebs comment) કોમેન્ટ્સથી છલકાઈ ગઈ છે. રણવીર સિંહે (Ranveer singh) કોમેન્ટમાં લખ્યું, "ઓહ પીસી!" ઝોયા અખ્તર, દિયા મિર્ઝા સહિત અન્ય ઘણા સેલેબ્સે તેના પર પ્રેમ વરસાવ્યો હતો. મીડિયા યુઝર્સ  (media users) પણ આ કપલને અભિનંદન આપી રહ્યા છે સાથે જ એક્ટ્રેસને મધર્સ ડે પર અભિનંદન પણ આપી રહ્યા છે.

Vikram Bhatt Fraud Case: ડિરેક્ટર વિક્રમ ભટ્ટ પર લાગ્યો અધધ આટલા કરોડની ઠગાઈનો આરોપ, ઉદયપુરના ડૉક્ટરે નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો
Humane Sagar Passes Away: પ્રખ્યાત ઓડિયા ગાયક હ્યુમન સાગરનું 34 વર્ષની ઉંમરે નિધન, માતાએ મેનેજર પર લગાવ્યો આવો ગંભીર આરોપ
Sameer Wankhede Case: બેડસ ઓફ બોલિવૂડ સામે સમીર વાનખેડેનો કેસ,દિલ્હી હાઈકોર્ટે ઉઠાવ્યા મહત્વના પ્રશ્નો, જાણો ક્યારે થશે આગળની સુનાવણી
Dhurandhar: રણવીર સિંહના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ‘ધુરંધર’ એક નહીં, પણ બે ભાગમાં આવશે? જાણો શું છે અંદરની વાત
Exit mobile version