Site icon

કાર્તિક આર્યન ને ડેટ કરવા પર કૃતિ સેનને તોડ્યું પોતાનું મૌન, કહી આ વાત

News Continuous Bureau | Mumbai

કૃતિ સેનન (Kriti sanon) બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. આ દિવસોમાં તે અનેક ફિલ્મોમાં મોટા સ્ટાર્સ સાથે કામ કરી રહી છે. તાજેતરમાં, કૃતિએ કાર્તિક આર્યન (Kartik Aryan dating) સાથે પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેના પછી તેમના ડેટિંગના સમાચાર સોશિયલ મીડિયા પર ઉડવા લાગ્યા હતા. લોકો અનુમાન કરવા લાગ્યા કે કૃતિ અને કાર્તિક એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે કૃતિ સેનને આ મામલે પોતાનું મૌન તોડ્યું છે.

Join Our WhatsApp Community

કૃતિ સેનને ઈન્ટરવ્યુ (interview) દરમિયાન કહ્યું હતું કે લોકોએ પોતાનાથી કંઈપણ માની લેવું જોઈએ નહીં. તેમને સાચી માહિતી જાણવી જોઈએ. મને ખબર નથી કે સોશિયલ મીડિયા (social media) આપણા માટે યોગ્ય છે કે નહીં કારણ કે તેના પર તમામ પ્રકારની વાતો ચાલે છે. જો તમે મને આ અફવાઓ વિશે પૂછો, તો તે હવે મને પરેશાન કરતું નથી. હું ઈચ્છું છું કે મારું જીવન આના જેવું જ રસપ્રદ હોય.જ્યારે કૃતિને ઈન્ડસ્ટ્રીમાં તેના અત્યાર સુધીના આઠ વર્ષ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે હું અત્યારે ઘણી ફિલ્મોમાં વ્યસ્ત છું. સેલિબ્રિટી (celebrity)વિશે ઘણી વાતો થાય છે અને ક્યારેક કેટલીક બાબતો પરેશાન કરે  છે. ક્યારેક એવું બને છે કે આપણે જે ન કહીએ તે પણ લખી દેવામાં આવે છે. સારી વાત એ છે કે મારા વિશે જે પણ લખાય છે તે ઝડપથી દૂર પણ થઇ જાય  છે. જેમ સફળતા મેળવવી અને નિષ્ફળતા હંમેશા સરખી નથી હોતી.

આ સમાચાર પણ વાંચો : કરણ જોહરે ચાહકોને બનાવ્યા ઉલ્લુ, હવે તેના શો ‘કોફી વિથ કરણ’ વિશે આપી આ નવી માહિતી

તમને જણાવી દઈએ કે કૃતિ સેનન છેલ્લે અક્ષય કુમાર (Akshay Kumar) સાથે 'બચ્ચન પાંડે' (Bachchan Pandey)માં જોવા મળી હતી. સાથે જ આ વર્ષે તેની ઘણી ફિલ્મો આવવાની છે. તે 'શહેજાદા'માં કાર્તિક આર્યન (Kartik Aryan) સાથે જોવા મળશે. આ સિવાય તે 'ગણપત' (Ganoat) અને 'ભેડિયા' (Bhediya)માં પણ જોવા મળશે.આ સિવાય તેની પાસે પ્રભાસની (Prabhas) ફિલ્મ 'આદિપુરુષ' (Aadipurush) પણ છે. આ ફિલ્મમાં તે 'સીતા' (Sita)ના રોલમાં જોવા મળશે.

Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Indian Idol 3 Winner Prashant Tamang Passes Away: પહાડોનો અવાજ શાંત થયો! પ્રશાંત તમાંગના નિધનથી દેશભરમાં શોક, પત્નીએ ખોલ્યું સિંગરના અચાનક વિદાયનું રહસ્ય
Toxic: યશની ‘ટોક્સિક’ ના ટીઝરથી મચ્યો હંગામો! બોલ્ડ સીન્સ જોઈ મહિલાઓ લાલઘૂમ, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
Exit mobile version