Site icon

કારની બ્રેક ફેલ થવાથી તનુશ્રી દત્તા નો થયો અકસ્માત, જાણો હાલ કેવી છે અભિનેત્રી ની હાલત

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તા (Tanushree Dutta) નો તાજેતર માં અકસ્માત (accident) થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, અભિનેત્રી ઉજ્જૈનમાં (Ujjain) મહાકાલના (Mahakaal) દર્શન કરવા જઈ રહી હતી, ત્યારે તે માર્ગ અકસ્માતનો શિકાર બની હતી. અભિનેત્રી તનુશ્રી દત્તાએ પોતે સોશિયલ મીડિયા (social media)દ્વારા આ માહિતી આપી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર તેની ઈજાનો ફોટો શેર કરીને આ ઘટના વિશે ખુલાસો કર્યો.

Join Our WhatsApp Community

તનુશ્રી દત્તાએ (Tanushree Dutta)તેના સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો શેર કરી છે. આમાંની એક તસવીર અકસ્માત સમયની છે. આ તસવીરમાં એક્ટ્રેસના પગ પર ઈજાના નિશાન સ્પષ્ટ દેખાય છે. ઘટનાનું વર્ણન કરતાં અભિનેત્રીએ લખ્યું, 'આજનો દિવસ સાહસિક હતો!! પણ આખરે મહાકાલના (Mahakal) દર્શન થયા… જો કે મંદિરના(temple) રસ્તે એક વિચિત્ર અકસ્માત થયો… બ્રેક ફેલ (break fail) થવાને કારણે કાર અથડાઈ. બસ થોડા ટાંકા આવ્યા…જય શ્રી મહાકાલ!તસવીરોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અકસ્માતમાં અભિનેત્રીને ઘૂંટણમાં ઊંડી ઈજા થઈ છે. આ ઘટના વિશે જાણ્યા પછી અભિનેત્રીના ચાહકો ખૂબ જ ચિંતિત દેખાય છે. યૂઝર્સ તનુશ્રીની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યાં છે અને તેના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહ્યાં છે.

આ સમાચાર પણ વાંચો: શોર્ટ ડ્રેસ ને કારણે ઉપ્સ મુવમેન્ટ નો શિકાર બનતા બચી ગઈ કિયારા અડવાણી, કાર્તિક આર્યને આ રીતે કરી અભિનેત્રી ની મદદ, અભિનેતા ની આ હરકત જોઈ ચાહકો ને આવી સુશાંત સિંહ રાજપૂતની યાદ; જુઓ વિડીયો

તમને જણાવી દઈએ કે તનુશ્રી દત્તા (Tanushree Dutta)એ 2005માં બોલિવૂડમાં ડેબ્યૂ (bollywood debut) કર્યું હતું. ઈમરાન હાશ્મી સાથે 'આશિક બનાયા આપને' ફિલ્મમાં ડેબ્યૂ કરનાર તનુશ્રી હવે લાઈમલાઈટથી દૂર રહે છે. જોકે તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version