Site icon

90ના દાયકાના આ પ્રખ્યાત ખલનાયકે 70 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં શોક ની લહેર

News Continuous Bureau | Mumbai

'ભારત એક ખોજ' (Bharat ek Khoj) થી ઘર-ઘરમાં નામ બનાવનાર પીઢ અભિનેતા સીલમ ઘોઉસે (Salim Ghouse) ગુરુવારે અંતિમ શ્વાસ (death) લીધા. 70 વર્ષની વયે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. પીઢ અભિનેતાએ મુંબઈમાં (Mumbai) પોતાના પરિવારને વિદાય આપી. તેમના જવાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં(film industry) શોકનો માહોલ છે. અભિનેતા શારીબ હાશ્મીએ (Sharib Hashmi)સોશિયલ મીડિયા (Social media) પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. તેણે તેના નિધન પર શોક વ્યક્ત કરતા કેટલીક તસવીરો શેર કરી છે.તેણે તેની સાથે લખ્યું, 'સલીમ ઘોષ સાહેબને પહેલીવાર સુબહ  (Subah) ટીવી સિરિયલમાં જોયા. અને તેનું કામ અદ્ભુત હતું અને તેણે તેના અવાજ સાથે રેડ હાર્ટ ઇમોજી શેર કરી.

Join Our WhatsApp Community

ચેન્નાઈમાં (chennai) જન્મેલા સલીમ એક્ટર, થિયેટર ડિરેક્ટર હતા. ફિલ્મોમાં આવતા પહેલા તે ટેલિવિઝન (TV show) શો કરતો હતો. તેણે તમામ ભાષાઓમાં ટીવી શો અને ડબિંગનું કામ કર્યું. એટલું જ નહીં, તેણે ઘણી ભાષાઓમાં ફિલ્મો પણ કરી. તેઓ શ્યામ બેનેગલના (shyam benegal) શો 'ભારત એક ખોજ' માટે વધુ જાણીતા છે. આ શોમાં તે રામ, કૃષ્ણ અને ટીપુ સુલતાનના રોલમાં જોવા મળ્યો હતો. તેણે ટીવી સીરિયલ વાગલે કી દુનિયામાં પણ કામ કર્યું છે.આ સિવાય ટીવી સિરિયલ સુબહ ના કારણે તેની ખ્યાતિ વધી હતી. તેણે ભારત એક ખોજ, સુબહ ,યે જો હૈ જીંદગી, એક્સ ઝોન, સંવિધાન શો જેવા શોમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા.

આ સમાચાર પણ વાંચો : કિચ્ચા સુદીપે હિન્દી ભાષા વિષે કહી એવી વાત કે ટ્વિટર પર થયા ટ્રોલ, અજય દેવગને આપ્યો તેનો સણસણતો જવાબ

સલીમ ઘોઉસે (Salim Ghouse) 1978માં ફિલ્મ સ્વર્ગ હેલથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તે ચરખા, સરંશ અને મોહન ત્રિકાલ,કોયલા, આઘાત અને દ્રોહીમાં જોવા મળ્યો હતો.આ સિવાય તેણે કેટલાક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ પણ કર્યા. જેમાં ધ પરફેક્ટ મર્ડર, ધ ડિસીવર્સ, કિમ, ગેટીંગ પર્સનલ અને મહારાજા ડોક્ટરનો સમાવેશ થાય છે.

Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ
Sonam Kapoor: બીજી વાર માતા બનશે સોનમ કપૂર,સ્ટાઇલિશ અંદાજમાં કરી પ્રેગ્નન્સી ની જાહેરાત
Ahaan Panday: અહાન પાંડેની એક્શન થ્રિલરમાં ‘નવો’ ખલનાયક? બોલિવૂડનો આ ધમાકેદાર એક્ટર કરશે વિલન તરીકે કમબેક!
The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો
Exit mobile version