Site icon

શાહરુખ ખાન અને કાજોલ ના ફેન્સ માટે સારા સમાચાર: આ રિયાલિટી શો માં સાથે જોવા મળશે

News Continuous Bureau | Mumbai

શાહરૂખ ખાન(Shahrukh Khan) અને કાજોલ (Kajol)ની  જોડી પડદા પરની શ્રેષ્ઠ જોડીમાંથી એક રહી છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેને પડદા પર તેમનો રોમાંસ પસંદ ન હોય. પરંતુ વર્ષ 2015 પછી રીલ લાઈફના (Reel life) આ કપલ જોવા મળ્યા ન હતા. તે છેલ્લે દિલવાલે (Dilwale) ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ જોડીના ચાહકો તેમને સાથે જોવા માટે ઉત્સુક છે . હવે તેમની રાહનો અંત આવવાનો છે.સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા' (Jhalak Dikhlaja)ના મેકર્સ 10મી સીઝન સાથે કમબેક કરવા માટે તૈયાર છે. માનવામાં આવી રહ્યું છે કે આ શોમાં કાજોલ અને શાહરૂખ ખાન જોવા મળશે. પરંતુ સ્પર્ધક તરીકે નહીં પરંતુ આ જોડી જજની (Judge) ખુરશી પર જોવા મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર શાહરૂખ ખાન-કાજોલ અને ફરહા ખાન (Farah Khan) આ શોને જજ કરશે. જો કે હજુ સુધી તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Join Our WhatsApp Community

આ શોની નવમી સીઝન વર્ષ 2016માં આવી હતી. જેની પેનલ ફરાહ ખાન (FarahKhan), કરણ જોહર (Karamn Johar), ગણેશ હેગડે (Ganesh Hegde) અને જેકલીન ફર્નાન્ડીઝ હતી. જ્યારે તેના હોસ્ટ મનીષ પોલ હતા. આ વખતે આ શો કોણ હોસ્ટ કરશે તેની માહિતી પણ હાલમાં જાહેર કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ શોને ભવ્ય સ્તરે લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. શોનું કાસ્ટિંગ કામ ચાલી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આ શો જુલાઈમાં લાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : દાઢી વગર આવો દેખાય છે કેજીએફ નો રોકી ભાઈ, યશ નો વિડીયો જાેઈ ફેન્સ થઇ ગયા આશ્ચર્યચકિત; જુઓ વિડીયો

તમને જણાવી દઈએ કે કાજોલ અને શાહરૂખ ખાને  (Shahrukh -Kajol)સાથે મળીને બોક્સ ઓફિસ પર ઘણી હિટ ફિલ્મો આપી છે. બાઝીગર, 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે', 'કરણ અર્જુન', 'કભી ખુશી કભી ગમ', 'કુછ કુછ હોતા હૈ', 'માય નેમ ઈઝ ખાન'.વર્ષ 2015માં શાહરૂખ અને કાજોલ ફિલ્મ 'દિલવાલે'માં જોવા મળ્યા હતા. પરંતુ આ ફિલ્મ ફ્લોપ રહી હતી. ત્યારથી આ જોડી સ્ક્રીન પર જોવા મળી નથી. શાહરૂખ ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે દીપિકા પાદુકોણ સાથે 'પઠાણ' (Pathan)માં જોવા મળશે. આ સિવાય તે ડંકી ફિલ્મમાં જોવા મળશે.

Archana Puran Singh: અર્ચના પુરણ સિંહ ગંભીર બીમારીનો શિકાર, પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
Cheekatilo Trailer Released: શોભિતા ધુલીપાલાનો નવો ખતરનાક અંદાજ! ‘ચીકાટિલો’ માં પોડકાસ્ટર બની ઉકેલશે સીરીયલ કિલરના રહસ્ય, જુઓ હૃદયના ધબકારા વધારતું ટ્રેલર
Indian Idol 3 Winner Prashant Tamang Passes Away: પહાડોનો અવાજ શાંત થયો! પ્રશાંત તમાંગના નિધનથી દેશભરમાં શોક, પત્નીએ ખોલ્યું સિંગરના અચાનક વિદાયનું રહસ્ય
Toxic: યશની ‘ટોક્સિક’ ના ટીઝરથી મચ્યો હંગામો! બોલ્ડ સીન્સ જોઈ મહિલાઓ લાલઘૂમ, પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો મામલો
Exit mobile version