Site icon

ઐતિહાસિક ડ્રામા ફિલ્મ નાયકા દેવીઃ ધ વોરિયર ક્વીનનું ટ્રેલર થયું રિલીઝ, મહિલા ફાઇટર તરીકે છવાઈ ગઈ ખુશી શાહ; જુઓ ફિલ્મ નું ધમાકેદાર ટ્રેલર

News Continuous Bureau | Mumbai

અભિનેત્રી ખુશી શાહની (Khushi Shah)આગામી ફિલ્મ 'નાયિકા દેવીઃ ધ વોરિયર ક્વીન' ( Nayika devi the warrior queen) નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં ખુશી શાહ નાયકા દેવીનું (devi) પાત્ર ભજવતી જોવા મળશે. ખુશી ભારતની પ્રથમ મહિલા ફાઇટર (indian fighter) તરીકે ખૂબ જ સુંદર લાગે છે. બોલિવૂડનો ફેવરિટ કલાકાર ચંકી પાંડે (Chunki pandey) આ ફિલ્મમાં મોહમ્મદ ઘોરીના રોલમાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર (trailer) રિલીઝ થઈ ગયું છે, જેમાં ખુશી શાહ જબરદસ્ત અવતારમાં જોવા મળી રહી છે.

Join Our WhatsApp Community

લાંબી પ્રતીક્ષા પછી, અ ટ્રી એન્ટરટેઇન્મેન્ટ એ  (A Tree Entertainment) નાયિકા દેવી (Nayika Devi: The Warrior Queen) નું ટ્રેલર રિલીઝ કર્યું અને ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી. તે જ સમયે, ટ્રેલરમાં ચંકી પાંડેના (Chunki pandey) જોરદાર અવતારની ખૂબ ચર્ચા થઈ રહી છે. ટ્રેલરમાં, ચંકી પાંડેને યુદ્ધના મેદાનમાં 'નાયકા દેવી' (Khushi Shah) નો સામનો નિર્દયતાથી અને ચાલાકીપૂર્વક કરતા જોઈ શકાય છે.ફિલ્મનું ટ્રેલર ગુજરાતી પ્રેક્ષકોમાં (Gujarati audiance)છવાયેલું છે. આ બહુપ્રતીક્ષિત ગુજરાતી સામયિક નાટક 12મી સદીની વાર્તા કહે છે. જેમાં ખુશી શાહને નિર્ભીક હિરોઈન દેવી તરીકે અને ચંકી પાંડેને મુહમ્મદ ઘોરી તરીકે બતાવવામાં આવ્યો છે. ટ્રેલરમાં રાનીના જીવનના દરેક પાસાઓ ને ઉજાગર કરવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : 3 મહિના પછી પ્રિયંકા ચોપરાએ રાખ્યું પોતાની દીકરીનું આ યુનિક નામ…જાણો તેના નામ વિશેનુ મહત્વ

આખા ટ્રેલરમાં હિરોઈન ખુશી શાહનો (Khushi Shah) દેવીના રૂપમાં દમદાર અવતાર જોવા મળી રહ્યો છે. ફિલ્મનો દરેક સીન અને દરેક ડાયલોગ દર્શકોને પ્રભાવિત કરી રહ્યા છે. જ્યારે બંને કલાકારો પોતપોતાના પાત્રોમાં સંપૂર્ણપણે ડૂબેલા હોય તેવું લાગે છે, ટ્રેલરમાં ક્રૂર યુદ્ધના દ્રશ્યો પણ છે, જે પ્રેક્ષકો ના રુવાડા ઉભા કરી દે છે. નિર્માતા ઉમેશ શર્મા  (Umesh Sharma)કહે છે, "હવે સમય આવી ગયો છે પ્રતિષ્ઠિત નાયિકા દેવીની ગૌરવગાથાનો દર્શકો સમક્ષ રજૂ કરવાનો, જેઓ 12મી સદીની રાણી, માતા, વિધવા અને ભારતની પ્રથમ મહિલા યોદ્ધા હતાં. અમે ભાગ્યશાળી છીએ કે અમને દર્શકોનો પ્રેમ અને સમર્થન મળ્યું.” નિર્દેશક નીતિન જી (Nitin) કહે છે- '"આ માત્ર કોઈ ફિલ્મ નથી. આ નાયિકા દેવીની નિર્ભયતાની વાર્તા છે અને દરેક કલાકારે આ ઇતિહાસને ફરીથી જીવંત બનાવવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે.”

 

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version