Site icon

કપૂર પરિવાર પછી આ અભિનેતાના ઘરમાં ગુંજશે શહેનાઈ, જોવા મળશે ક્રિકેટ અને બોલિવૂડ નો સંગમ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં લગ્નની સિઝન(wedding season) પૂરજોરમાં ચાલી રહી છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે (Ranbir-Alia)થોડા દિવસ પહેલા જ લગ્ન કર્યા હતા અને તેમના નવા જીવનની શરૂઆત કરી હતી. તે જ સમયે, હવે બોલિવૂડનું વધુ એક કપલ એટલે કે અભિનેત્રી આથિયા શેટ્ટી (Athiya shetty) અને ક્રિકેટર(cricketer) કેએલ રાહુલ (KL Rahul) પણ લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને ચાહકો ઈચ્છે છે કે તેઓ બંને જલ્દીથી જલ્દી લગ્ન કરી લે. હવે એક અહેવાલ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે કપલના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

Join Our WhatsApp Community

રિપોર્ટ અનુસાર, (Report) આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ (Athiya shetty and KL Rahul) આ વર્ષે લગ્નના બંધનમાં બંધાશે. ડેટિંગ લાઈફનો આનંદ માણ્યા બાદ બંનેએ નક્કી કર્યું છે કે તેઓ લગ્ન કરવા માટે તૈયાર છે. બંને શિયાળામાં (winter) લગ્ન કરશે. બંનેના આ નિર્ણયથી તેમના માતા-પિતા પણ ઘણા ખુશ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આથિયા શેટ્ટીના પરિવારના સભ્યોએ આ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બંને આ વર્ષના અંત પહેલા લગ્ન કરી લેશે.સુનીલ શેટ્ટીનો પરિવાર દક્ષિણ ભારતીય (south indian)છે અને કેએલ રાહુલ પણ દક્ષિણ ભારતનો છે. આવી સ્થિતિમાં અથિયા અને કેએલ રાહુલના (Athiya-KL Rahul wedding) લગ્ન દક્ષિણ ભારતીય પરંપરા મુજબ થશે. જો કે, આ અહેવાલો પર સુનીલ શેટ્ટી તરફથી હજુ સુધી વધુ પ્રતિક્રિયા આવી નથી. તેણે ભૂતકાળમાં ઘણી વખત તેના પરિવાર વિશે ચાલી રહેલા સમાચારો પર પ્રતિક્રિયા આપી છે.

આ સમાચાર પણ વાંચો : 26 વર્ષ બાદ કમબેક કરી રહી છે રાજકપૂર ની આ હિરોઈન, ફિલ્મમાં નહીં પરંતુ મ્યુઝિક વીડિયોમાં પુત્ર સાથે મળશે જોવા

આથિયા અને કેએલ રાહુલ (Athiya-KL Rahul) વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તેઓ સોશિયલ મીડિયા (social media) પર ફોટા શેર કરે છે અને ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. ક્રિકેટ મેચમાં(cricket match) આથિયા રાહુલને સપોર્ટ કરે છે. તે તેને ખુશ કરવા સ્ટેડિયમમાં પણ જાય છે.સમાચાર મુજબ, રાહુલ અને આથિયાની પહેલી મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. જ્યારે બંનેએ એકબીજાના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર એકબીજાને શુભેચ્છા પાઠવી, ત્યારે તેમના સંબંધોના સમાચાર વહેતા થયા હતા. આ પછી બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા.

Dhurandhar box office collection: ફિલ્મ ‘ધુરંધર’ નો બોક્સ ઓફિસ પર દબદબો: છઠ્ઠા દિવસના કલેક્શન સાથે બન્યો નવો રેકોર્ડ
Dhurnadhar: ધુરંધર ને મળ્યો ઋત્વિક અને અક્ષય કુમાર નો સાથ, દિગ્ગ્જ અભિનેતાઓએ ફિલ્મ ના વખાણ કરતા કહી આવી વાત
Akshay Khanna : કરિશ્મા કપૂરના લગ્નમાં અક્ષય ખન્નાએ પતિની સામે જ અભિનેત્રીના હાથ પરકરી કિસ, વિડીયો એ મચાવ્યો હંગામો!
Abhishek-Aishwarya Divorce: અભિષેક-ઐશ્વર્યાના છૂટાછેડાની અફવા: આરાધ્યાએ કેવી રીતે આપી પ્રતિક્રિયા? અભિષેક બચ્ચને કર્યો મોટો ખુલાસો!
Exit mobile version