Site icon News Continuous Bureau | Mumbai

પૂજા ભટ્ટે સાઈન કરી ફિલ્મ, આ નેશનલ એવોર્ડ વિજેતા દિગ્દર્શક ની ફિલ્મ માં આવશે નજર; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેત્રી પૂજા ભટ્ટે વર્ષ 2020માં ફિલ્મ 'સડક 2'થી કમબેક કર્યું હતું. આ પછી તે ફિલ્મ 'બોમ્બે બેગમ્સ'માં જોવા મળી હતી. હવે પૂજા ભટ્ટે વધુ એક ફિલ્મ સાઈન કરી છે. પૂજા ભટ્ટ નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મમેકર સુધાંશુ સરિયાની ફિલ્મ 'સના'માં કામ કરતી જોવા મળશે. પૂજા ભટ્ટે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુધાંશુ સરિયા સાથેની એક તસવીર શેર કરીને આ માહિતી આપી છે. આ ફિલ્મમાં રાધિકા મદન પહેલાથી જ કાસ્ટ થઈ ચૂકી છે.

Join Our WhatsApp Channel

પૂજા ભટ્ટ કહે છે, “હું ખૂબ જ ખુશ છું કે સુધાંશુ સરિયાએ મને આ ખૂબ જ મહત્વપૂર્ણ ફિલ્મનો એક ભાગ બનાવ્યો છે જે સ્ત્રીઓના વાસ્તવિક જીવનને દર્શાવે છે અને વિશ્વ તેમના વિશે વિચારે છે તે રીતે નહીં.જણાવી દઈએ કે રાધિકા મદાને ગયા મહિને માર્ચમાં મુંબઈમાં ફિલ્મ 'સના'નું શૂટિંગ શરૂ કર્યું હતું. ફિલ્મમાં રાધિકા મદન અને પૂજા ભટ્ટ ઉપરાંત સોહમ શાહ અને શિખા તલસાનિયા પણ જોવા મળશે. ફિલ્મ 'સના'ના ડાયરેક્ટર સુધાંશુ સરિયાએ આ ફિલ્મ ની વાર્તા પણ લખી છે. આ ફિલ્મ ફોર લાઈન એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : પુત્ર અભિષેકની ફિલ્મ ‘દસવી’ ના પ્રમોશન ને લઇ ને અમિતાભ બચ્ચન થયા ટ્રોલ, ટ્રોલર્સ ને આપ્યો જડબાતોડ જવાબ; જાણો વિગત

ફિલ્મ 'સના' સિવાય સુધાંશુ સરિયાને જંગલી પિક્ચર્સ સાથેની મહિલા જાસૂસ ફિલ્મ 'ઉલઝ'ના નિર્દેશક તરીકે જાહેર કરવામાં આવ્યા છે. સુધાંશુ સરિયા એમેઝોન પ્રાઇમ માટે શ્રેણી 'માસૂમ' લખી રહ્યા છે અને સહ-દિગ્દર્શન કરી રહ્યા છે. આ ઉપરાંત, તે નેટફ્લિક્સ માટે 'દિલ્હી ક્રાઈમ સીઝન 3' લખી રહ્યા  છે અને સહ-નિર્માણ કરી રહ્યા  છે.

Tunnel Rescue Web Series ૪૧ જિંદગીઓ બચાવવાના ૧૭ દિવસના સંઘર્ષની ગાથા ટનલ રેસ્ક્યુ પર આવશે નવી વેબ સિરીઝ
Hero Ki Horrorine Release Date હોરરકોમેડીનો નવો ધમાકો ‘હીરો કી હોરોરોઈન’ માટે એકતા કપૂર અને સાજિદ ખાન આવ્યા સાથે, જાણો રિલીઝ ડેટ
Dia Mirza Nawazuddin Row દીયા મિર્ઝાની તીખી પોસ્ટ બાદ નવાઝુદ્દીન સિદ્દીકીનો પ્રતિભાવ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
The Vvaan 2 Sequel ફિલ્મ ફિલ્મ ધી વાનની બનશે સિક્વલ, નવી કથા સાથે આગળ વધશે ફ્રેન્ચાઇઝી; જાણો શું ખાસ હશે
Exit mobile version