Site icon

બોલિવૂડ બાદ હવે સાઉથ ઈન્ડસ્ટ્રી પણ આવી ડ્રગ્સની ચપેટમાં, હૈદરાબાદની રેવ પાર્ટીમાં ઘણા મોટા સ્ટાર્સ અને રાજનેતાઓના બાળકો છે સામેલ; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

આર્યન ખાનના બહુ ચર્ચિત ડ્રગ  કેસ બાદ હવે બંજારા હિલ્સની એક ફાઈવ સ્ટાર હોટલના પબમાં રેવ પાર્ટીનો પર્દાફાશ થયો છે. રવિવારની વહેલી સવારે રેવ પાર્ટીમાં ડ્રગ્સ રેઇડમાં ઘણા VVIP, અભિનેતાઓ અને રાજકારણીઓના બાળકો સહિત લગભગ 142 લોકોની અટકાયત કરવામાં આવી છે. હૈદરાબાદ પોલીસના અહેવાલો અનુસાર, ફાઈવ સ્ટાર હોટલના પબમાં પાર્ટી દરમિયાન કોકેઈન અને વીડ જેવા પ્રતિબંધિત પદાર્થો મળી આવ્યા હતા.

Join Our WhatsApp Community

હૈદરાબાદ પોલીસના દરોડા બાદ ખળભળાટ મચી ગયો છે. કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોમાં અભિનેતા નાગા બાબુની પુત્રી નિહારિકા કોનિડેલાનો સમાવેશ થાય છે. નિહારિકા મેગાસ્ટાર ચિરંજીવીની ભત્રીજી છે. જો કે, નાગાબાબુએ પાછળથી એક વિડિયો જાહેર કર્યો જેમાં જણાવ્યું હતું કે તેમની પુત્રીને ડ્રગ્સ સાથે કોઈ સંબંધ નથી.

નિહારિકા ઉપરાંત, સિંગર અને બિગ બોસ તેલુગુ રિયાલિટી શોની ત્રીજી સીઝનનો વિજેતા રાહુલ સિપલીગંજ પણ અટકાયતમાં સામેલ છે.12 ફેબ્રુઆરીએ જ્યારે હૈદરાબાદ પોલીસે ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું હતું. ત્યારે તેને થીમ સોંગ ગાયું હતું.પાર્ટી ના અન્ય લોકોમાં આંધ્રપ્રદેશના ટોચના પોલીસકર્મીની પુત્રી અને રાજ્યના તેલુગુ દેશમના સાંસદના પુત્રનો સમાવેશ થાય છે. તેલંગાણા કોંગ્રેસના નેતા અંજન કુમાર યાદવે કહ્યું કે તેમનો પુત્ર જન્મદિવસની પાર્ટીમાં ગયો હતો અને તમામ પ્રકારના જુઠ્ઠાણા અને કૌભાંડો ખોટી રીતે ફેલાવવામાં આવી રહ્યા હતા. તેમણે કહ્યું કે શહેરના તમામ પબ બંધ કરી દેવા જોઈએ.

આ સમાચાર પણ વાંચો : થપ્પડ કાંડ બાદ વિલ સ્મિથે ભર્યું આ મોટું પગલું, એકેડેમીની કાર્યવાહી પહેલા જ જારી કર્યું ઈમોશનલ સ્ટેટમેન્ટ; જાણો વિગત

હૈદરાબાદના પોલીસ કમિશનર સીવી આનંદે રવિવારે બંજારા હિલ્સના એસએચઓ શિવ ચંદ્રાને સસ્પેન્ડ કરવાના આદેશો જારી કર્યા અને મદદનીશ પોલીસ કમિશનર (એસીપી) બંજારા હિલ્સ, એમ સુદર્શન પર તેમની કાયદેસરની બેદરકારી બદલ આરોપ મૂક્યો. હોટલ પર દરોડો એવા સમયે પડયો છે જ્યારે પોલીસે તેમની ડ્રગ વિરોધી ઝુંબેશ તેજ કરી છે. આ હેતુ માટે નવી હૈદરાબાદ – નાર્કોટિક્સ એન્ફોર્સમેન્ટ વિંગની પણ રચના કરવામાં આવી છે અને તે ડ્રગ્સ વેચનારા અથવા લેનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે.

 

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version