News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ તેના ગ્લેમરસ ફોટા શેર કરતી રહે છે. તેના ગ્લેમરસ લુકના કારણે ફેન્સ તેને ફોલો કરે છે. મૌનીની આ સ્ટાઈલ ફેન્સનું દિલ જીતી લે છે.મૌનીની તસવીરો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે. સોશિયલ મીડિયા પર લાખો લોકો તેને ફોલો કરે છે. આ વખતે મૌનીએ વ્હાઈટ કલરના ડ્રેસમાં તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
મૌનીએ સફેદ રંગના થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ફોટા શેર કર્યા છે જે ઓફ શોલ્ડર છે. તસવીરોમાં તે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.
મૌની રોયે ફોટો શેર કરતી વખતે બ્લેક સર્કલ પોસ્ટ કર્યું છે. તેની તસવીરો પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. આશકા ગોરાડિયાએ ફાયર ઇમોજી પોસ્ટ કર્યું છે.
મૌનીના એક પ્રશંસકે હાર્ટ ઇમોજી પોસ્ટ કરી. બીજી તરફ અન્ય એક પ્રશંસકે લખ્યું- અદભૂત. લાખો ચાહકોએ થોડા જ સમયમાં મૌનીના ફોટાને પસંદ લાઈક કર્યા છે.
મૌની રોય ટૂંક સમયમાં ડાન્સ રિયાલિટી શો ડીઆઈડી લિટલ ચેમ્પને જજ કરતી જોવા મળશે. તે રેમો ડિસોઝા અને સોનાલી બેન્દ્રે સાથે શોને જજ કરશે.
આ સમાચાર પણ વાંચો : શનાયા કપૂરે મિની બોડીકોન ડ્રેસમાં શેર કરી તસવીરો, ચાહકો એ કહ્યું ડેબ્યુ પેહલા જ બની ગઈ સ્ટાર; જુઓ ફોટોગ્રાફ્સ
