Site icon

આમિર ખાને શાહરુખ ખાન ના ઘરે ભોજન કરવાનો કર્યો હતો ઇન્કાર,પાર્ટી માં સાથે લાવ્યો હતો પોતાનું ટિફિન; જાણો શું હતો કિસ્સો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

મંગળવાર

આમિર ખાન અને શાહરૂખ ખાન બંને સારા મિત્રો છે. પરંતુ એક વાર એવો કિસ્સો બન્યો, જેને સાંભળ્યા પછી તમે પણ કહેશો કે આમિરે આવું કેમ કર્યું. વાસ્તવમાં આમિર ખાન એક વખત શાહરૂખ ખાનની પાર્ટીમાં ગયો હતો પરંતુ તે ત્યાં પોતાનું ટિફિન લઈ ને પહોંચી ગયો હતો. એપલના સીઈઓ ટિક કૂકના સ્વાગત માટે શાહરૂખ ખાને આ પાર્ટી રાખી હતી અને પાર્ટી તેમના ઘરે હતી.આ પાર્ટીમાં આમિર ખાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમિર પાર્ટી છોડવા જતો હતો પરંતુ ગૌરીએ તેને રોકાવા  માટે કહ્યું. તેથી જ્યારે ખાવાનું ખાવાની વાત આવી તો આમિર ખાને પોતાનું ટિફિન કાઢ્યું અને તેમાંથી ભોજન લીધું.

જો કે આની પાછળ નું કારણ એવું છે કે  આમિર ખાન તે સમયે ખૂબ જ કડક ડાયટ પર હતો. દંગલ ફિલ્મ માટે તેણે પોતાને ફિટ બનાવવાનો હતો. એટલા માટે આમિર તે દિવસોમાં જ્યાં પણ જતો ત્યાં પોતાનું ભોજન સાથે લઈ ને જ જતો. આ પહેલા આમિરે ગજની વખતે પણ પોતાનું ટ્રાન્સફોર્મેશન કર્યું હતું અને ત્યારે પણ તે ખૂબ જ કડક ડાયટ પર હતો.

જાણો કોણ છે રિતિક રોશન સાથે જોવા મળેલી આ મિસ્ટ્રી ગર્લ, નસીરુદ્દીન શાહના પુત્રને કરી ચૂકી છે ડેટ; જાણો વિગત

બંને કલાકારોના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આમિર ખાન ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર લીડ રોલમાં હશે. આ ફિલ્મ 14 એપ્રિલ 2022ના રોજ રીલિઝ થશે. તે જ સમયે, શાહરૂખ ખાન ફિલ્મ પઠાણથી પુનરાગમન કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ જોવા મળશે. જો કે આ ફિલ્મનું હજુ થોડું કામ બાકી છે.

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version