Site icon

બિગ બોસ 15 માં આવશે નવો ટ્વિસ્ટ , શોમાં થઈ આ એક્સ કન્ટેસ્ટન્ટ ની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,18 જાન્યુઆરી 2022 

Join Our WhatsApp Community

મંગળવાર 

નાના પડદાના વિવાદાસ્પદ રિયાલિટી શો 'બિગ બોસ 15'માં દરરોજ એક નવો ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. આ શોમાં શું થાય છે તેનો કોઈને અંદાજ પણ નથી. હવે શોમાં રાજીવ અડતિયાની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થવા જઈ રહી છે. શોમાં આ નવો ટ્વિસ્ટ જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.

વાસ્તવમાં , શોનો નવો પ્રોમો રિલીઝ થયો છે, જેમાં રાજીવ અડતિયા અને તેનો સ્વેગ જોઈ શકાય છે. તાજેતરમાં, કલર્સ ટીવીએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર શોનો નવો પ્રોમો શેર કર્યો છે. પ્રોમોમાં રાજીવ બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી રહ્યો છે.વીડિયોમાં તે કહે છે, 'હવે ટેબલ ફેરવાઈ ગયું છે. હવે તેઓના ભાગ્ય પર મારું નિયંત્રણ રહેશે. ટિકિટ ટુ ફિનાલે ના મહત્વનો નિર્ણય હવે મારા હાથમાં છે. હું તમને બહુ તકલીફ આપીશ. રાજીવને જોઈને પરિવારના સભ્યો નો પરસેવો છૂટી જાય છે. જો કે, જ્યારે રાજીબ ઘરમાં હતો, ત્યારે તે શમિતા શેટ્ટી અને ઉમર રિયાઝ સાથે સારો બોન્ડ શેર કરતો જોવા મળ્યો હતો.

તો શું રાજામૌલી એ સલમાન ખાનની ફેવરિટ રિલીઝ ડેટ કરી ચોરી? આ દિવસે રિલીઝ થઈ શકે છે ફિલ્મ રરર 

તાજેતરમાં, એવા અહેવાલ હતા કે રાજીવ અને સિમ્બા નાગપાલ ઘરમાં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક હશે. હવે રાજીવ અડતિયાએ શોમાં એન્ટ્રી કરી છે. તેના આવવાથી શોમાં કેવો નવો વળાંક આવે છે, તે જોવા જેવું છે. આ પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દર્શકો આ આગામી એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
 

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version