Site icon News Continuous Bureau | Mumbai

15 વર્ષ નાના બોયફ્રેન્ડ સાથે તૂટ્યા સુષ્મિતા સેનના સંબંધો, રોહમન શૉલ એક્ટ્રેસનું ઘર છોડીને રહેવા લાગ્યો અહીં; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 24 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રી સુષ્મિતા સેન પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. તે લાંબા સમયથી રોહમન શૉલને ડેટ કરી રહી છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે, પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે સુષ્મિતા અને રોહમનના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે, જેના કારણે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.

એક ન્યૂઝ એજન્સી એ એક સ્ત્રોતના આધારે જણાવ્યું કે રોહમન શૉલ અને સુષ્મિતા સેને એકબીજા સાથેના તમામ સંબંધો ખતમ કરી દીધા છે. બંનેનું બ્રેકઅપ થઈ ચૂક્યું છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રોહમને સુષ્મિતાનું ઘર છોડી દીધું છે અને હાલમાં તે એક મિત્રના ઘરે રહે છે. જોકે, બંનેમાંથી કોઈએ બ્રેકઅપ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.આ વર્ષે ફેબ્રુઆરીમાં સુષ્મિતા સેને એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે નિષ્ક્રિય સંબંધોમાંથી બહાર આવવા વિશે લખ્યું હતું. આ પછી લોકો અનુમાન લગાવવા લાગ્યા કે સુષ્મિતાનું રોહમન સાથે બ્રેકઅપ થઈ ગયું છે. જો કે, થોડા સમય પછી, દંપતીએ જાહેર માં દેખાવ આપીને આ અફવાને ખોટી સાબિત કરી હતી.

ખેડૂતો પર સોશિયલ મીડિયા પોસ્ટ: મુંબઈ પોલીસની સામે હાજર થઈ બોલિવુડ પગાં ક્વીન કંગના રનૌત, અભિનેત્રીએ આપ્યું હતું આ વિવાદાસ્પદ નિવેદન

સુષ્મિતા સેન અને રોહમન શાલની ઉંમરમાં 15 વર્ષનો તફાવત છે. સુષ્મિતા સેન 46 વર્ષની છે જ્યારે રોહમન માત્ર 31 વર્ષનો છે. બંનેની પહેલી મુલાકાત એક ફેશન ગાલા દરમિયાન થઈ હતી. આ દરમિયાન બંનેએ ઘણો સમય સાથે વિતાવ્યો હતો.રોહમને સુષ્મિતા સેનને પ્રપોઝ કર્યું હતું અને તેણે આ પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. આ પછી સુષ્મિતા રોહમન સાથે જાહેરમાં આવી. એવા પણ અહેવાલ હતા કે બંને 2019માં લગ્ન કરી શકે છે. જોકે સુષ્મિતાએ આ વાતને નકારી કાઢી હતી. તેણે કહ્યું કે અત્યારે તે ડેટ એન્જોય કરી રહી  છે.રોહમન નિયમિતપણે સુષ્મિતા સેનના ઘરે આવતો હતો. સુષ્મિતાની બે દીકરીઓ રેની અને અલીશા સાથે પણ તેની સારી મિત્રતા હતી. રોહમન પહેલા સુષ્મિતા નું નામ વિક્રમ ભટ્ટ, સંજય નારંગ, સાબીર ભાટિયા, રણદીપ હુડ્ડા, ઈમ્તિયાઝ ખત્રી, માનવ મેનન, બંટી સચદેવ, મુદસ્સર અઝીઝ અને વસીમ અકરમ સાથે પણ જોડાયું હતું.

વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ સુષ્મિતા સેનની વેબ સિરીઝ 'આર્યા 2' રિલીઝ થઈ છે, જેમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા છે. ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થયેલ, આ શ્રેણીને વિવેચકો તરફથી પણ સારી સમીક્ષાઓ મળી છે. આ સિરીઝનો પહેલો ભાગ 'આર્યા' વર્ષ 2020માં રિલીઝ થયો હતો. તેનું નિર્દેશન રામ માધવાણીએ કર્યું હતું.

Diljit Dosanjh Delhi Concert Security દિલજીત દોસાંઝના દિલ્હી કોન્સર્ટ માટે અભેદ્ય સુરક્ષા કવચ ૨,૦૦૦ ગાર્ડ્સ તૈનાત, સ્ટેડિયમ ફરતે ૭૦૦ મીટર ‘નોકાર ઝોન’!
Ranbir Kapoor Ramayana Part 2 Delay રણબીર કપૂરની ‘રામાયણ’ ના ચાહકોને લાગી શકે છે મોટો ઝટકો પાર્ટ ૨ ની રિલીઝ ડેટ ટળી; સામે આવ્યું મોટું કારણ!
Ramayana Cast In KBC 18 KBC 18 ના મંચ પર ‘રામાયણ’ ની સ્ટારકાસ્ટ અમિતાભ બચ્ચન સાથે રણબીર કપૂરસાઈ પલ્લવીની જમાવટ, શેર કર્યા દિવાળીના કિસ્સા!
Aryan Khan New Project Genre શું નવા ઝોનરમાં એન્ટ્રી કરશે શાહરૂખ ખાનના પુત્ર? આર્યન ખાને શરૂ કરી નવા લેખકોની શોધખોળ!
Exit mobile version