Site icon News Continuous Bureau | Mumbai

અનન્યા પાંડે શાહરુખ ખાનને માને છે પોતાના બીજા પિતા, આર્યન ખાન સાથે છે આ સંબંધ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 22 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે જેટલી સુંદર છે એટલી જ સુંદર અભિનેત્રી છે. ફિલ્મ પરિવાર સાથેના જોડાણને કારણે તેના મોટા ભાગના નજીકના મિત્રો ફિલ્મ ઉદ્યોગમાંથી છે. શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન તેની ખાસ મિત્ર છે. ઘણી વાર અનન્યા કિંગ ખાનના બંને પુત્રો આર્યન ખાન અને અબરામ ખાન સાથે સમય પસાર કરતી જોવા મળે છે.

અનન્યા શાહરુખ ખાનના પરિવારની એટલી નજીક છે કે તે એક વખત તેને 'સેકન્ડ ડેડ' કહેતી હતી. વર્ષ 2019માં તેણે શાહરુખ સાથેના તેના બૉન્ડિંગ વિશે જણાવ્યું. એક મીડિયા હોઉસને આપેલા  ઇન્ટરવ્યૂમાં અનન્યાએ કહ્યું હતું કે, 'SRK મારા બીજા પિતાની જેમ છે. તે મારા શ્રેષ્ઠ મિત્રના પિતા છે. અમે સાથે IPL મૅચ જોવા જતાં હતાં. તેમ જ તેણે એમ પણ કહ્યું હતું કે 'માત્ર સુહાના અને શનાયા જ ઇન્ડસ્ટ્રીના નજીકના મિત્રો છે અને અમે બધું શૅર કરીએ છીએ.' તમને જણાવી દઈએ કે શનાયા અભિનેતા સંજય કપૂરની પુત્રી છે અને તે પણ ટૂંક સમયમાં ફિલ્મોમાં આવવા જઈ રહી છે.

મીડિયા રિપૉર્ટ અનુસાર, 'સ્ટુડન્ટ ઑફ ધ યર 2'ના પ્રમોશન દરમિયાન અનન્યાએ ખુલાસો કર્યો હતો, 'અમે સાથે મળીને ઘણી વિચિત્ર વસ્તુઓ કરી છે. શાહરુખ સર, હંમેશાં અમને પ્રોત્સાહિત કરતા હતા અને અમારી સાથે ફોટોશૂટ કરાવતા હતા. તે અમારા વીડિયો બનાવતા હતા અને અમને અનુભવ કરાવતા હતા કે અમે સારા અભિનેતા છીએ. પછી તેઓ દરેકને બતાવતા અને કહેતા કે આ લોકોએ શું કર્યું છે.

સુધા ચંદ્રનને ઍરપૉર્ટ પર રોકવામાં આવી, અભિનેત્રીએ દુઃખી થઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કરી આ અપીલ; જાણો વિગત

ખૂબ જ ઓછા સમયમાં અનન્યાએ બૉલિવુડમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કાર્તિક આર્યનને પોતાનો ક્રશ ગણાવ્યો હતો. કાર્તિક સાથે તેની ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ આવી. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર સારી કમાણી કરી હતી. આ ફિલ્મમાં ભૂમિ પેડણેકર પણ હતી. આ ફિલ્મ સંજીવકુમારની 1978માં આવેલી ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ની રીમેક હતી.

Jailer 2 Advance Booking ‘જેલર 2’ ના અત્યાર સુધીમાં 38 હજારથી વધુ ટિકિટો વેચાયા બોક્સ ઓફિસ પર ધૂમ એડવાન્સ બુકિંગ, શું ‘જના નાયકન’ નો રેકોર્ડ જોખમમાં?
Shekhar Tonite Finale Cancelled દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન બાદ શેખર સુમનનો મોટો નિર્ણય; ‘Shekhar Tonight’ સીઝન૧ નો છેલ્લો એપિસોડ રદ
Ranbir Kapoor Ramayana Release Date Changed રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ ફરી બદલાઈ જાણો ભારતમાં ક્યારે થશે પ્રદર્શિત?
Nana Patekar 5 Bollywood Friends નાના પાટેકરે ગણાવ્યા હતા બોલીવૂડના પોતાના 5 ખાસ મિત્રો અંતિમ સંસ્કારમાં પહોંચ્યો માત્ર 1, સિનેમા જગતની કડવી વાસ્તવિકતા
Exit mobile version