Site icon

સવાલો ના ઘેરા માં આવ્યો પ્રિયંકા ચોપરા નો મિસ વર્લ્ડ 2000 નો તાજ – મિસ બાર્બાડોસે અભિનેત્રી પર લગાવ્યો આ ગંભીર આરોપ

News Continuous Bureau | Mumbai

હિન્દી સિનેમાની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા(Priyanka Chopra) લગભગ ત્રણ વર્ષ બાદ પોતાના દેશ ભારત પરત ફરી છે. ભારત પરત ફર્યા બાદ તે ખૂબ જ મસ્તી કરતી જોવા મળે છે. બધા જાણે છે કે પ્રિયંકા ચોપરા મિસ વર્લ્ડ (Miss world)રહી ચુકી છે. આજથી લગભગ 22 વર્ષ પહેલા પ્રિયંકાએ આ ખિતાબ જીત્યો હતો. પરંતુ હવે મિસ બાર્બાડોસે (miss barbadose)મિસ વર્લ્ડ 2000 દરમિયાન ફેવર આપવાનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું છે કે મિસ વર્લ્ડ સ્પર્ધા 2000 દરમિયાન પ્રિયંકા ચોપરાને ઘણી ફેવર (fever)આપવામાં આવી હતી જેથી તે જીતી શકે.

Join Our WhatsApp Community

મિસ બાર્બાડોસ 2000 લૈલાનીએ યુટ્યુબ(youtube) પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. તેણે પ્રિયંકા ચોપરાની ફેવર  કરવાનો આરોપ લગાવ્યો છે. તેનો આ વીડિયો યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે. તેણે પોતાના વીડિયોમાં જણાવ્યું છે કે કેવી રીતે પ્રિયંકાને ફેવર કરવામાં આવી હતી. તેણે કહ્યું કે 1999માં પણ મિસ વર્લ્ડ ભારતની (India)હતી અને 2000માં મિસ વર્લ્ડ ભારતની હતી. જ્યારે તેની પસંદગી કરવામાં આવી ત્યારે ભારતમાંથી એક સ્પોન્સર(Indian sponsor) પણ હતો.વીડિયોમાં લૈલાની કહી રહી છે કે 'મિસ વર્લ્ડમાં મારી સાથે આવું જ થયું'. હું મિસ બાર્બાડોસ હતી. જ્યારે હું સ્પર્ધામાં ગઈ ત્યારે ભારતમાંથી મિસ વર્લ્ડ (Indian miss world)સિલેક્ટ થઈ હતી. એક વર્ષ પહેલા પણ મિસ વર્લ્ડ ભારતમાંથી જ પસંદ કરવામાં આવી હતી. ત્યારબાદ આ શોની સ્પોન્સર એક ખાનગી ચેનલ(private channel) હતી, જે એક ભારતીય કંપની (Indian company)હતી. આટલું જ નહીં પ્રિયંકાને તેના ઘરે બનાવેલું ખાવાનું પણ આપવામાં આવ્યું હતું.’લૈલાનીએ જણાવ્યું કે સ્પર્ધા માટે તેનું ગાઉન(gown) પણ સારી રીતે બનાવવામાં આવ્યું હતું. અખબારમાં તેનો ફોટો વ્યાપકપણે છપાયો હતો. જ્યારે અન્ય યુવતીઓ એકસાથે ઉભા રહીને સાથે ફોટો પડાવી રહી હતી.

આ સમાચાર પણ વાંચો : અક્ષય કુમારે માન્યો MNC ચીફ નો આભાર-કહ્યું કે તે રાજ ઠાકરે નો ઋણી છે -જાણો આ કહેવા પાછળ નું કારણ

તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા એ  વર્ષ 2002માં આવેલી ફિલ્મ 'હમરાઝ'થી બોલિવૂડમાં ડેબ્યૂ(bollywood debut) કર્યું હતું. પ્રિયંકા ચોપરાએ બોલિવૂડની સાથે સાથે હોલીવુડ(Hollywood) અને દુનિયાભરમાં ઘણી ઓળખ બનાવી છે. તે એક સફળ અભિનેત્રી હોવાની સાથે સાથે બિઝનેસ વુમન પણ છે અને તે ગ્લોબલ આઈકન(global icon) તરીકે ઓળખાય છે.ફિલ્મો માં આવતા પહેલા પ્રિયંકા એ વર્ષ 2000 માં મિસ વર્લ્ડ(miss world) નો ખિતાબ જીત્યો હતો.

 

Dharmendra Health Update: ‘હું નબળી પડી શકતી નથી!’ ધર્મેન્દ્રની તબિયત પર હેમા માલિનીનું ભાવુક નિવેદન, બાળકોને લઈને કહી આ મોટી વાત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: કયુંકી માં એ જ જૂની સ્ટોરી લાઈન જોઈને બોર થઇ ગયા દર્શકો!હવે શું થશે ટીઆરપી નું?
120 Bahadur: ફિલ્મ ‘120 બહાદુર’ના મેકર્સે લોન્ચ કરી ડાક ટિકિટ, ફરહાન અખ્તરે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી
Rashmika and Vijay: ‘ધ ગર્લફ્રેન્ડ’ના સફળતા કાર્યક્રમમાં રશ્મિકા સાથે વિજય દેવરકોન્ડા એ કર્યું એવું કામ કે, વીડિયો થયો વાયરલ
Exit mobile version