રાજ કુન્દ્રા પોર્ન મૂવી કેસની તપાસ કરી રહેલી મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે.
સૂત્રોના જણાવ્યાનુસાર ક્રાઈમ બ્રાંચને આરોપી ઉમેશ કામતે બનાવેલા અંદાજે 70 વીડિયો મળ્યા છે. આ તમામ વીડિયો કામતે અલગ-અલગ પ્રોડક્શન હાઉસની મદદથી બનાવ્યા હતા.
આ ઉપરાંત હોટશોટ એપ પર અપલોડ કરવામાં આવેલા 20થી 30 મિનિટ સુધીના કુલ 90 વીડિયો પણ ક્રાઇમ બ્રાંચને મળ્યા છે.
મુંબઈ ક્રાઈમ બ્રાંચ હાલ રાજ કુન્દ્રાની પૂછપરછ કરી રહી છે.
જોકે ક્રાઇમ બ્રાંચનું કહેવુ છે કે પૂછપરછ દરમિયાન રાજ કુંદ્રા સતત દાવો કરી રહ્યા છે કે તે પોર્ન વીડિયો નહતા બનવતા પણ અન્ય ઓટીટી પ્લેટફોર્મ પર આવનારા ઇરોટિક વીડિયોની જેમ વીડિયો બનાવતા હતા.
મુંબઈના માથે બેવડી આફત, કોરોનાની સાથે સાથે આ વાયરસનું જોખમ વધ્યું ; જાણો વિગતે