Site icon

મીનાક્ષી શેષાદ્રિ,સંગીતા બિજલાની બાદ હવે ડૉનની ગર્લ ફ્રેન્ડ રહી ચૂકેલી આ અભિનેત્રીને જાગી ફરી અભિનય કરવાની ઇચ્છા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૭ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

ફિલ્મ ‘રામ તેરી  ગંગા મેલી’થી રાતોરાત લોકપ્રિય બનેલી અને એક સમય દરમિયાન અંધારી આલમના ડૉન દાઉદ ઇબ્રાહિમની ગર્લફ્રેન્ડ રહી ચૂકેલી અભિનેત્રી મંદાકિની બે દાયકા પછી ફરી અભિનય કરવા જઈ રહી છે.

હાલ અભિનેત્રી ફિલ્મો અને વેબ સિરીઝની સ્ક્રિપ્ટ વાંચવામાં વ્યસ્ત છે. મંદાકિનીને પોતાના કમબૅક માટે એક એવા પાત્ર અને કહાનીનેશોધી રહી છે જે તેને સારી સફળ શરૂઆત આપે.

મંદાકિનીના મૅનેજર બાબુભાઈ થિબાએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે મંદાકિની ફિલ્મો અને વેબ સિરીઝ માટે કામ કરવા તૈયાર છે, પરંતુ તે ફક્ત મુખ્ય ભૂમિકાઓ નિભાવા માગે છે. હાલ તે સ્ક્રિપ્ટ વાંચી રહી છે.

ત્રણ વાર નૅશનલ ઍવૉર્ડ જીતનાર આ દિગ્ગજ અભિનેત્રીનું હાર્ટ ઍટેકથી થયું મૃત્યુ; જાણો વિગત

મંદાકિનીને ફરી કમબૅક કરવા માટે તેના ભાઈ ભાનુએ સલાહ આપી છે. તેને જાહેરમાં જોઈને હજી પણ લોકો ઓળખી કાઢે છે એથી જ ભાઈ ભાનુએ તેને ફરી સક્રિય થવાનું કહ્યું. તેણે એમ પણ કહ્યું હતું કે ટેલિવિઝનની એક સિરિયલમાં તેને એક રોલ ઑફર કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે મંદાકિની કમબૅક માટે તૈયાર નહોતી. આ પછી એ ભૂમિકા અનિતા રાજેએ ભજવી હતી.

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version