Site icon

લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા…’માં દયાબેનની વાપસી પર આવ્યા મોટા અપડેટ, જાણો નિર્માતાએ શું કહ્યું?

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 03 મે 2021

Join Our WhatsApp Community

સોમવાર

ટેલિવિઝન જગતનો લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’નું અભિનેત્રી દિશા વાકાણી ઉર્ફ દયાબેનનું પાત્ર આજકાલ એક બહુચર્ચિત વિષય છે. દયાબેન ના ચાહકો પણ તેમની શો માં પરત આવવાની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.  શોના નિર્માતા અસિત મોદીએ પણ આ અંગે ઘણી વાર જવાબ આપ્યા છે. પરંતુ, તેમણે ક્યારેય જણાવ્યું ન હતું કે દયાબેન ક્યારે પાછા આવશે. 

તાજેતરમાં, શોના નિર્માતા અસિત કુમાર મોદીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, અમે હજી પણ તેના પુનરાગમનની રાહ જોઈ રહ્યા છીએ અને જો તે શો છોડવાની ઇચ્છા વ્યક્ત કરશે તો શો નવા દયાબેન સાથે આગળ વધશે. પરંતુ મને લાગે છે કે દયાની વાપસી અથવા પોપટલાલના લગ્ન જરૂરી નથી. આ રોગચાળાના સમયમાં ઘણાં ગંભીર મુદ્દાઓ છે અને મને લાગે છે કે તે તમામ મેટર રાહ જોઇ શકે છે. 

શું દેશમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન લાગશે, સુપ્રીમ કોર્ટ કેન્દ્ર અને રાજ્ય સરકારને કરી આ ભલામણ

વધુમાં નિર્માતાએ કહ્યું કે અમે સેફ્ટી પ્રોટોકોલ સાથે શૂટિંગ ચાલુ રાખવા વિશે વિચારી રહ્યા છીએ જેથી લોકોની આજીવિકાને અસર ન થાય. બાયો બબલ ફોર્મેટ પણ ખૂબ અસરકારક છે અને જો અમને આ માટે પરવાનગી મળશે, તો અમે આ ફોર્મેટમાં કામ કરીશું.

આપને જણાવી દઈએ કે અભિનેત્રી દિશા 2017 માં મેટરનિટી લીવ પર ગઈ હતી, ત્યારબાદ તે શોમાં પરત  ફરી ન હતી. એકવાર માત્ર એક એપિસોડમાં જોવા મળી હતી.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version