Site icon News Continuous Bureau | Mumbai

પરદેશી પરદેશી જાના નહીં ગીત થી લોકપ્રિય થયેલી આ અભિનેત્રી થઇ ગઈ છે ગુમનામી માં ગરકાવ- બદલાઈ ગયો આખો લુક-ઓળખવી થઇ મુશ્કેલ

 News Continuous Bureau | Mumbai 

બોલિવૂડમાં આવી ઘણી ફિલ્મો અને ગીતો આવ્યા છે, જેની ગણતરી એવરગ્રીન(evergreen) ની યાદીમાં થાય છે. તેમાંથી એક છે અભિનેતા આમિર ખાન અને અભિનેત્રી કરિશ્મા કપૂરની ફિલ્મ 'રાજા હિન્દુસ્તાની'. (Raja Hindustani)ફિલ્મ 'રાજા હિન્દુસ્તાની' વર્ષ 1996માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. દર્શકોને માત્ર આ ફિલ્મની વાર્તા જ પસંદ નથી આવી પરંતુ 'રાજા હિન્દુસ્તાની'ના ગીતો પણ સુપરહિટ(superhit) થયા હતા. ફિલ્મની 'પરદેશી-પરદેશી' હજુ પણ ઘણા લોકોને પસંદ છે. આ ગીત આમિર ખાન અને અભિનેત્રી પ્રતિભા સિંહા (Pratibha Sinha)પર ફિલ્માવામાં આવ્યું છે.

Join Our WhatsApp Channel

'પરદેશી-પરદેશી' ગીતમાં આ બંને કલાકારોની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ પછી આમિર ખાન (Aamir Khan)સતત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છવાયેલો રહ્યો, પરંતુ પ્રતિભા સિંહા હવે વિસ્મૃતિનું જીવન જીવવા મજબૂર છે. તે ઘણા સમયથી એક્ટિંગની દુનિયાથી દૂર છે. પ્રતિભા સિંહા હિન્દી સિનેમાની દિગ્ગજ અભિનેત્રી માલા સિંહાની પુત્રી (Mala Sinha daughter)છે. માલા સિન્હા પોતાના સમયની સુપરહિટ અભિનેત્રી હતી, પ્રતિભા પોતાની માતાની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તે સ્થાન હાંસલ કરી શકી નથી.

આ સમાચાર પણ વાંચો : આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પછી બોલિવૂડ નું આ રિયલ લાઈફ કપલ ભજવશે બ્રહ્માસ્ત્ર 2માં લીડ રોલ-કંઈક આવી હશે ફિલ્મની વાર્તા

હવે તે ફિલ્મોથી દૂર છે. આટલું જ નહીં પ્રતિભા સિંહા મીડિયાના કેમેરા (media camera)સામે પણ આવતા નથી. તેમની એક જૂની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં પ્રતિભા સિન્હાનો લૂક ઘણો બદલાઈ ગયો છે. તેનું વજન પહેલાની સરખામણીમાં વધી (weight gain)ગયું છે. જોકે, પ્રતિભા સિંહાની સુંદરતા પહેલાની જેમ જ બરકરાર છે. તેણે ફિલ્મ 'રાજા હિન્દુસ્તાની' સિવાય ‘દિવાના મસ્તાના’, ‘તુ ચોર મેં સિપાહી’, ‘એક થા રાજા’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version