Site icon News Continuous Bureau | Mumbai

બાન્દ્રા કોર્ટે બૉલીવુડ અભિનેત્રી કંગના અને તેની બહેન રંગોલી ચંદેલ વિરુદ્વ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો.. જાણો કેમ?

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Channel

17 ઓક્ટોબર 2020 

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલની મુશ્કેલીઓ વધી ગઈ છે. મુંબઈની બાંદ્રા કોર્ટે બંનેના સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. અભિનેત્રી કંગના અને તેની બહેન રંગોલી પર  ટ્વીટ્સ અને ઇન્ટરવ્યુ દ્વારા ‘કોમી દ્વેષ’ ફેલાવવાનો આરોપ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ મામલે ફરિયાદ મુંબઈ, બાંદ્રાના બે વ્યક્તિઓએ બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ કરતી અરજી દાખલ કરી હતી. આ અરજી કહેવામાં આવ્યું છે કે બંને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા હિન્દુ-મુસ્લિમ સમુદાયમાં ઝગડો ઉભો કરવાનો પ્રયાસ કરે છે. તેમનું કહેવું છે કે કંગના બંને સમુદાયો વચ્ચે નફરતને પ્રોત્સાહન આપે છે. અરજીમાં વધુ કહેવામાં આવ્યું છે કે તે સતત વાંધાજનક ટ્વીટ્સ કરતી રહે છે, જેનાથી ધાર્મિક ભાવનાઓને જ ઠેસ નથી પહોંચતી, પરંતુ ફિલ્મ ઉદ્યોગના ઘણા લોકો પણ આને કારણે દુ:ખી થાય છે.

અરજકર્તાઓએ કંગનાના ઘણા બધા ટ્વીટ્સ પણ કોર્ટ સમક્ષ રાખ્યા હતા. આ એફઆઇઆરમાં આઈપીસીની કલમ 295 A, 153 A, 124 અને 34 સમાવેશ કરવામાં આવી છે. એફઆઈઆર પછી કંગનાની પૂછપરછ કરવામાં આવશે અને જો કંગના સામે પાકા પુરાવા મળશે તો તેની ધરપકડ પણ થઈ શકે છે.

હકીકતમાં, બાંદ્રા પોલીસ મથકે કંગના સામે ગુનો નોંધવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ અરજદારે આ કેસમાં તપાસ માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો.  

નોંધનીય છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં, કેન્દ્રિય કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડુતોને નિશાન બનાવતા હોવાના આક્ષેપને લઈને કર્ણાટક પોલીસે તેના પર એફઆઈઆર નોંધી હતી.

Bigg Boss 20 ત્રીજા જ દિવસે બિગ બોસ ઘરમાં મોટો હંગામો ૪ સ્પર્ધકો થયા નોમિનેટ, બાદશાહ વિશે ઈશા માલવિયાએ કરી ચોંકાવનારી ટિપ્પણી
Amitabh Bachchan KBC 18 Hosting બિગ બીની આંખો ભીની થઈ ‘KBC 18’ના સ્પર્ધકોની સંઘર્ષગાથાથી હચમચી ગયા અમિતાભ, બ્લોગમાં ખોલ્યું મનનું દર્દ
Rajpal Yadav Cheque Bounce Case જેલવાસથી બચવા રાજપાલ યાદવ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ કોર્ટે નોટિસ ફટકારી પરંતુ વચગાળાની રાહત માટે Rs 5 કરોડની શરત મૂકી..
CM Yogi Meets Hanuman Ansh Team સીએમ યોગી આદિત્યનાથને મળી ‘હનુમાન અંશ’ની ટીમ નીમ કરોલી બાબા પર બનેલી ફિલ્મ જોઈ મુખ્યમંત્રીએ કર્યા ભરપૂર વખાણ
Exit mobile version