Site icon

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાહકો નો ઇન્તઝાર થયો પૂરો- નિર્માતા ને મળ્યો નવો તારક મહેતા-હવે આ કલાકાર નિભાવશે જેઠાલાલ ના દોસ્ત ની ભૂમિકા

News Continuous Bureau | Mumbai

ટીવીનો પ્રખ્યાત કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC)ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોએ તાજેતરમાં 14 વર્ષ પૂર્ણ કર્યા છે. આટલા લાંબા સમય પછી પણ આ શો લોકોમાં એટલો જ લોકપ્રિય છે જેટલો પહેલા હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં આ શોમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. કારણ કે શોના ઘણા મહત્વના કલાકારોએ હવે શો છોડી દીધો છે. આવી સ્થિતિમાં, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતાઓ આ કલાકારો વિના પણ દર્શકોનું મનોરંજન(entertainment) કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક દર્શકો આ કલાકારોને મિસ કરે છે.

Join Our WhatsApp Community

હાલમાં જ શૈલેષ લોઢાએ(Shailesh Lodha) શો છોડી દીધો હતો, ત્યારબાદ મેકર્સ તેના રિપ્લેસમેન્ટની(replacement) શોધમાં હતા. તાજેતરના અહેવાલો અનુસાર, એવું લાગે છે કે મેકર્સની શોધ સાથે, ચાહકોની રાહ પણ સમાપ્ત થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માંથી શૈલેષ લોઢા ની એક્ઝિટ ની સાથે જ શોમાં થશે નવી એન્ટ્રી પોપટલાલ સાથે છે તેનું કનેક્શન

છેલ્લા ઘણા દિવસોથી શો માટે ચાલી રહેલ 'તારક મહેતા'ના મેકર્સની શોધ હવે પૂરી થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, મેકર્સે આખરે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માટે નવો તારક મહેતા (Tarak Mehta)મેળવી લીધો છે. અભિનેતા જયનીરાજ રાજપુરોહિત(Jainiraj Rajpurohit) સાથે અસિત કુમાર મોદીની શોધનો અંત આવ્યો છે. રિપોર્ટ અનુસાર, શોના મેકર્સ તેના નામ વિશે વિચારી રહ્યા છે.જોકે, આ નિર્ણય અંગે નિર્માતાઓ દ્વારા કોઈ ઔપચારિક નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

તમને જણાવી દઈએ કે એક્ટર જયનીરાજ રાજપુરોહિત ‘બાલિકા વધૂ’, ‘લાગી તુઝસે લગન’ અને ‘મિલે જબ હમ તુમ’ જેવી પ્રખ્યાત ટીવી સીરિયલ્સમાં(TV serials) જોવા મળી ચૂક્યા છે. આ સિવાય તેણે ‘ઓહ માય ગોડ’, ‘આઉટસોર્સ્ડ’ અને ‘સલામ વેંકી ડેઝી’ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.શૈલેષ લોઢા થોડા સમય પહેલા જ શોમાંથી બહાર થઈ ગયા છે.

આ સમાચાર પણ વાંચો : શૈલેષ લોઢાના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડવા પર નિર્માતા અસિત મોદીની પ્રિતિક્રિયા આવી સામે-કહી આ વાત

અહેવાલો અનુસાર, શૈલેષે શો છોડી દીધો કારણ કે તે હવે નવા પ્રોજેક્ટ (new project)પર કામ કરવા માંગતો હતો. આ શોને કારણે તે અન્ય કોઈ સિરિયલમાં કામ કરી શક્યો ન હતો. આ જ કારણથી તેણે આટલા લાંબા સમય પછી શોને અલવિદા કહ્યું. શૈલેષ પહેલા દિશા વાકાણી, નેહા મહેતા અને ગુરચરણ સિંહ પણ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડી ચૂક્યા છે.

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version