Site icon

ભૂલ ભુલૈયા 3થી કિયારા અડવાણીનું પત્તુ થયું કટ- હવે કાર્તિક આર્યન સાથે ફિલ્મમાં જોવા મળશે આ હસીના-બજેટ પણ થઇ ગયું ડબલ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ સ્ટાર(Bollywood star) કાર્તિક આર્યન(Kartik Aaryan) અને કિયારા અડવાણીની(Kiara Advani) તાજેતરમાં રિલિઝ થયેલી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૨’ (Bhool Bhulaiyaa 2) બ્લોક બસ્ટર(Block Buster) સાબિત થઈ હતી. અક્ષય(Akshay kumar) જેવા મોટા સ્ટાર્સની, બિગ બજેટ ફિલ્મોની(Big budget movies) સામે પણ ભૂલ ભુલૈયા ૨ અડીખમ રહી હતી. તેથી સ્વાભાવિક પણે ફિલ્મના મેકર્સ(Film makers) ત્રીજો પાર્ટ બનાવે તેવી શક્યતા છે. તેમાં લીડ રોલ(Lead role) માટે કાર્તિક આર્યન નક્કી છે, પરંતુ લીડ એક્ટ્રેસ બાબતે અસમંજસ ચાલી રહી છે. 

Join Our WhatsApp Community

ફિલ્મના મેકર્સે કિયારા અડવાણીના બદલે દીપિકા પાદુકોણ(Deepika Padukone) પર પસંદગી ઉતારી હોવાનું કહેવાય છે. સેકન્ડ પાર્ટ હિટ રહેતાં જ ફિલ્મ મેકર્સે ત્રીજા પાર્ટની તૈયારી શરૂ કરી દીધી છે. નવા અંદાજ અને નવી સ્ટોરી સાથે ફિલ્મ બનાવવાનો પ્લાન છે અને તેમાં કાર્તિક આર્યનનો લીડ રોલ પાકો છે. 

આ સમાચાર પણ વાંચો : સાડી લૂકમાં તમન્નાનો જોવા મળ્યો ગ્લેમરસ અવતાર- પરફેક્ટ ફિગર કર્યું ફ્લોન્ટ- જુઓ ફોટોગ્રાફ્સ

ભૂલ ભુલૈયા ૨ને ૯૦ કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી, જ્યારે ત્રીજા પાર્ટ માટે રૂ.૧૪૦ કરોડનો ખર્ચ કરવાની તૈયારી છે. ત્રીજા પાર્ટમાં દીપિકા પાદુકોણને લેવાય તેવી શક્યતા છે. દીપિકા અને ફિલ્મના મેકર્સ દ્વારા ઓફિશિયલ એનાઉન્સમેન્ટ (Official Announcement) થઈ નથી. દીપિકા અને કાર્તિકની જોડી પહેલી વખત સાથે જોવા મળે તેવી શક્યતા છે. કિયારા અડવાણીના હાથમાંથી ફિલ્મ આંચકી લેવામાં દીપિકા સક્સેસ રહે તેવા પૂરા ચાન્સીસ છે.

Sunjay Kapur Assets Row: સંજય કપૂર મિલકત વિવાદ પર યાચિકા દાખલ કરી ચૂકેલા કરિશ્મા ના બાળકો ને પ્રિયા કપૂર એ કર્યો આવો સવાલ
Jolly LLB 3 Trailer Out: જોલી એલએલબી 3’ નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, અક્ષય-અરશદ વચ્ચે કોર્ટમાં થશે ધમાલ
Abhishek Bachchan: ઐશ્વર્યા બાદ હવે અભિષેક બચ્ચન પણ પહોંચ્યો હાઇકોર્ટ, આ મામલે કરી અરજી
Two Much: કાજોલ અને ટ્વિંકલ ખન્ના લાવશે મસ્તીભર્યો ટોક શો, જાણો ક્યારથી શરૂ થશે ‘ટૂ મચ’ શો
Exit mobile version