News Continuous Bureau | Mumbai
Navya naveli nanda: અમિતાભ બચ્ચનની પૌત્રી અને શ્વેતા બચ્ચન ની દીકરી નવ્યા નવેલી નંદા ફિલ્મી દુનિયા થી દૂર છે. નવ્યા ને ફિલ્મો માં નહીં પરંતુ તેના પિતા ના વ્યવસાય ને આગળ વધારવામાં રસ છે. નવ્યા ભલે ફિલ્મી દુનિયા થી દૂર હોય પરંતુ તે કોઈને કોઈ કારણોસર ચર્ચામાં આવતી હોય છે. નવ્યા તેની લવ લાઈફ ને લઈને પણ ચર્ચામાં આવતી હોય છે. તાજેતરમાં નવ્યા મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટી માં પહોંચી હતી. હવે નવ્યા એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં નવ્યા કોઈ મોડેલ થી કમ નથી લાગી રહી
નવ્યા નંદા ની તસવીર
તાજેતરમાં જ નવ્યા મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં જોવા મળી હતી હવે નવ્યા એ તેના ઈન્સ્ટા પર આ સમયગાળાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે હેવી એમ્બ્રોડરી વાળા બ્લાઉઝ સાથે લાલ રંગની સિમ્પલ સાડી પહેરેલી જોવા મળી રહી છે. ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપ લુકમાં નવ્યા અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
નવ્યા નવેલી નંદા દ્વારા શેર કરવામાં આવેલા આ ફોટા પર સેલેબ્સ તેના લુક ના વખાણ કરતા જોવા મળે છે. પરંતુ સિદ્ધાંત ચતુર્વેદી ની કમેન્ટ એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું સિદ્ધાંત ને નવ્યાની આ તસવીરો ઘણી પસંદ આવી હતી સિદ્ધાંતે નવ્યા ની તસવીર લાઈક કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ નવ્યા અને સિદ્ધાંત એકબીજા ને ડેટ કરી રહ્યા છે. બન્ને ઘણી વખત સાથે જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચોઃ Sanjeev Kumar Death Anniversary: ગુજરાતી, હિન્દી, તમિલ, મરાઠી, તેલગુ, સિંધી, પંજાબી જેવી ભાષાની ફિલ્મોમાં કર્યુ કામ, પણ આ કારણે ના કર્યા લગ્ન- વાંચો વિગત
